Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વડોદરાનાં સિંગર યોગિતા બોરાટેનો ગુજરાતી ગરબો બન્યો ‘ગરબા ઍન્થમ’

23 October, 2023 09:40 IST | Mumbai

વડોદરાનાં સિંગર યોગિતા બોરાટેનો ગુજરાતી ગરબો બન્યો ‘ગરબા ઍન્થમ’

વડોદરાનાં જાણીતા સિંગર યોગિતા બોરાટેએ નવરાત્રીના પર્વ માટે પોતાનું સોલો ટ્રેક રજૂ કર્યું છે. ‘અંબા અભય પદ દાયિની રે’ ગરબાને તેમણે ઇન્ડો-વેસ્ટર્ન મ્યુઝિક સાથે પ્રસ્તુત કર્યો છે. આ ટ્રેકનું મ્યુઝિક કમ્પોઝિશન યોગેશ રાયરીકરે કર્યું છે.

યોગિતા બોરાટેના આ ગરબાએ મુંબઈમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર રોનક કોટેચા અને મરાઠી અભિનેત્રી ઐશ્વર્યા નારકરે તેમના આ ગીત પર રીલ પણ બનાવી છે. યોગિતા બોરાટેએ જણાવ્યું કે, “નવરાત્રીના ગણતરીના દિવસો પહેલાં જ અમે આ ગરબો બનાવવાનું નક્કી કર્યું હતું અને ખૂબ જ ઓછા સમયમાં આ ટ્રેક તૈયાર કર્યો હતો. કરમની કઠણાઇ એવી બેઠી કે અમે જ્યારે આ ગરબો શૂટ કરવા માગતા હતા ત્યારે કોરિયોગ્રાફરનો અને અમારો સમય મેચ થતો ન હતો. તેથી અમે અલગ-અલગ શૂટ કરીને તેને બાદમાં એડિટ કર્યું.”

લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “મને એ વાતની ખુશી છે કે, લોકોને આ ગરબો ખૂબ ગમ્યો છે. ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર રોનક કોટેચા અને મરાઠી અભિનેત્રી ઐશ્વર્યા નારકરે મારા ગીત પર રીલ બનાવી છે, તે તો મારા માટે સોનામાં સુગંધ ભળ્યા સમાન છે.” યોગિતા બોરાટે આ વર્ષે વાશીમાં પરફોર્મ કરી રહ્યા છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK