Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' નાટક

20 September, 2023 01:45 IST | Mumbai

 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' નાટક

રોમાંચક ફેમિલી નાટક 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' NCPAમાં રજૂ થવા તૈયાર

બ્રિટિશ નાટ્યલેખક એલન આયકબોર્ન દ્વારા લખાયેલ અને આધાર ખુરાના દ્વારા દિગ્દર્શિત નાટક 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' (A small family business)એક વાર ફરી નવા ટર્ન ટ્વિસ્ટ સાથે સ્ટેજ પર રજૂ થવા તૈયાર છે. 21મીથી 24મી સપ્ટેમ્બર સુધી એક્સપેરિમેન્ટલ થિયેટર, NCPAમાં ફરી વાપસી કરી રહ્યું છે. 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' નાટક ગત વર્ષે એટલે કે 2022માં પ્રથમ વખત રજુ થયું હતુ. આયકબોર્નની વાર્તા અને એક ખુરાનાનું અડેપ્શન અને અન્ય ખુરાનાનું ડિરેક્શનમાં બનેલું રોમાંચક કૌટુંબિક નાટક પ્રક્ષકો સમક્ષ રજૂ થવા તૈયાર છે.

વિવેક મદાન અને શિખા તલસાનિયા સહિત નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવશે. 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ', એક સેમસન સિક્વેરાની વાર્તા છે, જે દિલ્હીના પંજાબી પરિવારનો જમાઈ છે, જેને કુટુંબનો વ્યવસાય સંભાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ દરમિયાન કેવી કેવી સ્થિતિઓ ઉભી થાય છે તે આ નાટકમાં જોવા મળશે.

નાટકના રિહર્સલ દરમિયાનની તસવીર

આ નાટકના નિર્માતા આકર્ષ ખુરાના કહે છે, ' સ્થાપિત સંયુક્ત કુટુંબમાં આઉટસાઈડ હોવાના નાયકના અનોખા અનુભવને કારણે હું આ સ્ટોરી તરફ ખેંચાયો હતો. ભારત સંયુક્ત પરિવારોથી ભરેલું છે, જે બિઝનેસ ફેમિલી છે. અને આપણે આંતર-સમુદાયિક લગ્નોમાં સંસ્કૃતિઓનો સતત સંઘર્ષ જોતા હોઈએ છીએ. તેથી સંદર્ભીકરણ સરળ હતું. અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નીતિશાસ્ત્રની વર્ષો જૂની લડાઈ એ કંઈક છે, જેમાં આપણે જન્મ્યા છીએ. એ મુદ્દાને પણ સારી રીતે ઉજાગર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે 'થિયેટર વિશે સૌથી મોટી બાબત એ છે કે તે હંમેશા કેવી રીતે વિકસિત થાય છે. નાટક એક વાર રજૂ થયા બાદ પણ તમે તેમાં ફેરફાર અને નાના મોટા બદલાવ કરી શકો છો.

નેશનલ સેન્ટરના થિયેટર અને ફિલ્મ્સના વડા બ્રુસ ગુથરી, આકર્ષ ખુરાના અને આધાર ખુરાના

આ નાટક પર ફરીથી કામ કરવાની તક મળવી મારા માટે આનંદની વાત છે. નાટકના નિર્દેશક આધાર ખુરાના કહે છે, 'અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે 13 અત્યંત પ્રતિભાશાળી કલાકારો છે. તેઓ બધા જુદા જુદા પૃષ્ઠભૂમિ અને અભિનયની વિવિધ શાળાઓમાંથી આવતા હોવાથી, તેમને નાટકની સ્વર સાથે અને એકબીજા સાથે સુમેળમાં ગોઠવવી એ એક લાભદાયી પડકાર છે. 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' ચોક્કસ ઉચ્ચ કેલિબર પર્ફોર્મન્સ સાથે પાવર-પેક્ડ ફેમિલી ડ્રામા છે જે લોકો અવશ્ય પસંદ પડશે.'

નેશનલ સેન્ટરના થિયેટર અને ફિલ્મ્સના વડા બ્રુસ ગુથરીએ જણાવ્યું હતું કે, એનસીપીએમાં ફરી 'એ સ્મોલ ફેમિલી બિઝનેસ' પરત ફરી રહ્યું છે તેનો ઉત્સાહ છે. આ પહેલા પણ એકવાર નાટક રજૂ થઈ ચૂકયું છે. પ્રેક્ષકોની પ્રોત્સાહક પ્રતિક્રિયા બાદ તેના પર ફરીથી કામ કરવામાં આવ્યું છે. નવા રૂપ સાથે નાટકને પ્રક્ષકો આનંદથી માણી શકશે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK