હિમા દાસનો એક અઠવાડિયામાં બીજો ગોલ્ડ મેડલ

Published: Jul 09, 2019, 11:43 IST | નવી દિલ્હી

ભારતની સ્ટાર ઍથ્લીટ હિમા દાસે પોલૅન્ડમાં કુટનો ઍથ્લેટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

હિમા દાસ
હિમા દાસ

ભારતની સ્ટાર ઍથ્લીટ હિમા દાસે પોલૅન્ડમાં કુટનો ઍથ્લેટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ આ હિમા દાસનો આ અઠવાડિયાનો બીજો ગોલ્ડ મેડલ છે. કેરળની રનર વી. કે. વિસ્મયાને આ દોડમાં સિલ્વર મેડલ મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી કમરના દુ:ખાવા સામે ઝઝૂમી રહેલી હિમા દાસે આ દોડમાં ૨૩.૯૭ સેકન્ડનો સમય લીધો હતો. આ પહેલાં હિમા દાસે મંગળવારે પોલૅન્ડમાં જ પોજનાન ઍથ્લેટિક્સ ગ્રાંડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને કેરળની વિસ્મયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

આ પણ વાંચો : Copa America 2019 : પેરીને 3-1થી હરાવી બ્રાઝીલે 12 વર્ષ બાદ 9મું ટાઇટલ જીત્યું

હિમા હાલમાં વર્લ્ડ જુનિયર ચૅમ્પિયન અને ૪૦૦ મીટર નૅશનલ રેકૉર્ડ હોલ્ડર છે. મહિલાઓની ૪૦૦ મીટર રેસમાં ભારતની પી. સરીતાબહેન, સોનિયા બૈસ્યા અને આર. વિદ્યાએ ક્રમશઃ પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. સામાપક્ષે નૅશનલ રેકૉર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પુરુષોની ૨૦૦ મીટર દોડમાં ૨૧.૧૮ સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK