સાંતાક્રુઝની કાલિના યુનિવર્સિટીમાં ગઈ કાલે સ્પોર્ટ્સ ફૉર ઑલ (એસએફએ) પ્રોગ્રામ હેઠળ અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એક સ્પર્ધા ગર્લ્સ માટેની અન્ડર-11 બાસ્કેટબૉલની હતી, જેમાં જાણીતા ઍક્ટર પ્રતીક ગાંધીની પુત્રી મિરાયા ગાંધીએ પણ ભાગ લીધો હતો.
પ્રતિક ગાંધી
સાંતાક્રુઝની કાલિના યુનિવર્સિટીમાં ગઈ કાલે સ્પોર્ટ્સ ફૉર ઑલ (એસએફએ) પ્રોગ્રામ હેઠળ અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એક સ્પર્ધા ગર્લ્સ માટેની અન્ડર-11 બાસ્કેટબૉલની હતી, જેમાં જાણીતા ઍક્ટર પ્રતીક ગાંધીની પુત્રી મિરાયા ગાંધીએ પણ ભાગ લીધો હતો. પુત્રી મિરાયાને અને બીજા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા પ્રતીક ગાંધી ચૅમ્પિયનશિપના સ્થળે આવ્યો હતો અને બાળકોમાં ગ્રાસરૂટ લેવલથી ખેલકૂદને પ્રમોટ કરવામાં એસએફએની જે ભૂમિકા રહી છે એને બિરદાવતાં તેણે કહ્યું હતું કે ‘અમારા સમયમાં આંગળીના વેઢે ગણાય એટલી રમતો રમાતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. એસએફએમાં અનેક રમતોની હરીફાઈઓ થતી હોય છે, જેમાં ભાવિ ચૅમ્પિયનોને પોતાની ટૅલન્ટ બતાવવા વ્યાપક મંચ મળે છે. હું મારી દીકરીને હંમેશાં કહેતો હોઉં છું કે જીતવા કરતાં મેદાન પર જઈને રમવાનું એન્જૉય કરવું વધુ મહત્ત્વનું છે. આટલી મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોનાં બાળકોને ભેગાં થઈને વિવિધ હરીફાઈઓમાં ભાગ લેતાં જોવાનું અને એકમેકને ચિયર-અપ કરતાં જોવાનું મને
ખૂબ ગમ્યું.’


