Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પોલૅન્ડે સાઉદી અરેબિયાને પછાડ્યું

પોલૅન્ડે સાઉદી અરેબિયાને પછાડ્યું

27 November, 2022 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે રમાયેલી મૅચમાં આર્જેન્ટિનાને હરાવીને મોટો અપસેટ સર્જનાર ટીમે પોલૅન્ડ સામે ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા

પોલૅન્ડ તરફથી  પહેલો ગોલ કરનાર પીઓટા ઝેલિન્સ્કી.  એ.એફ.પી.

પોલૅન્ડ તરફથી પહેલો ગોલ કરનાર પીઓટા ઝેલિન્સ્કી. એ.એફ.પી.


પોલૅન્ડની ટીમે ગઈ કાલે સાઉદી અરેબિયાને ૨-૦થી હરાવીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. મંગળવારે રમાયેલી મૅચમાં આર્જેન્ટિનાને હરાવીને મોટો અપસેટ સર્જનાર ટીમે પોલૅન્ડ સામે ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ એમાં એ સફળ થઈ શકી નહોતી. પોલૅન્ડ તરફથી પીઓટા ઝેલિન્સ્કી તરફથી ૩૯મી મિનિટે પહેલો ગોલ થયો હતો. ત્યાર બાદ ૮૨મી મિનિટે રૉબર્ટ લેવન્ડૉવ્સ્કી દ્વારા બીજો ગોલ થયો હતો, જે રૉબર્ટનો પોલૅન્ડ તરફથી ૭૭મો ઇન્ટરનૅશનલ ગોલ હતો અને આ વર્લ્ડ કપમાં પહેલો ગોલ હતો.

રેફરીને યલો કાર્ડ



મૅચ દરમ્યાન મેદાનની નજીક ખરાબ વર્તન કરનાર કોચને પણ રેડ કાર્ડ અથવા યલો કાર્ડ બતાવવામાં આવી શકે છે. ગઈ કાલે સાઉદી અરેબિયાના આસિસ્ટન્ટ કોચને યલો કાર્ડ બતાવવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK