‘દૈનિક જાગરણ’ના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી મીડિયા રિપ્રેઝન્ટેટિવ
ભૂતપૂર્વ બૅડ્મિન્ટન પ્લેયર કમલેશ મહેતા અને ‘દૈનિક જાગરણ’ના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી.
૧૯૮૦ તથા ૧૯૯૦ના દાયકા દરમ્યાન ટેબલ ટેનિસમાં આઠ વખત નૅશનલ ચૅમ્પિયન બનેલા તેમ જ બે વાર ઑલિમ્પિક્સમાં અને બીજી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર ગુજરાતી ખેલાડી કમલેશ મહેતા તેમ જ ભૂતપૂર્વ હૉકી ખેલાડી ધનરાજ પિલ્લે, ઑલિમ્પિયન બૉક્સર અખિલ કુમાર, શૂટર શુમા શિરુર સહિત કુલ ૧૨ મેમ્બરની નવી કમિટી રચાઈ છે જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય અવૉર્ડ માટેના વિજેતાઓ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર આ સમિતિના ચૅરમૅન છે. સમિતિમાં ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કૅપ્ટન અંજુમ ચોપડા, બૅડ્મિન્ટન ખેલાડી તૃપ્તિ મુરુગુન્ડે પણ આ પૅનલમાં સામેલ છે. ‘દૈનિક જાગરણ’ના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી આ કમિટીમાં મીડિયા રિપ્રેઝન્ટેટિવ છે, જ્યારે સંદીપ પ્રધાન, પુષ્પેન્દ્ર ગર્ગ અને પ્રેમકુમાર ઝા આ સમિતિમાં સરકારી અધિકારીઓ છે.


