ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ ગઈ કાલે ગ્રાસ કોર્ટ પર શરૂ થયેલી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની પ્રથમ રાઉન્ડની મૅચમાં ભારે સંઘર્ષ બાદ જીત્યો હતો
જૉકોવિચ પહેલી મૅચ સંઘર્ષ બાદ જીત્યો, પણ રેકૉર્ડ કર્યો
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ ગઈ કાલે ગ્રાસ કોર્ટ પર શરૂ થયેલી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની પ્રથમ રાઉન્ડની મૅચમાં ભારે સંઘર્ષ બાદ જીત્યો હતો. તે સાઉથ કોરિયાના ક્વૉન સૂન-વૂ સામે ૬-૩, ૩-૬, ૬-૩ ૬-૪થી જીત્યો હતો. આ સાથે જૉકોવિચની વિમ્બલ્ડનની કોર્ટ પર આ સતત બાવીસમી જીત હતી. જૉકોવિચ (પુરુષ અને મહિલા, બન્ને ટેનિસમાં) પ્રત્યેક ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં સિંગલ્સની કુલ ૮૦ મૅચ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)