ભારતીય ચેસ જગતમાં આર. પ્રજ્ઞાનંદ બાદ તેની બહેન વૈશાલી રમેશબાબુ પણ ગ્રૅન્ડ માસ્ટર બની જતાં ઇતિહાસ રચાઈ ગયો હતો.
વિશ્વની પ્રથમ ભાઈ - બહેનની ગ્રૅન્ડ માસ્ટર જોડી
ભારતીય ચેસ જગતમાં આર. પ્રજ્ઞાનંદ બાદ તેની બહેન વૈશાલી રમેશબાબુ પણ ગ્રૅન્ડ માસ્ટર બની જતાં ઇતિહાસ રચાઈ ગયો હતો. ચેસ જગતમાં આ પહેલી વાર ગ્રૅન્ડ માસ્ટર ભાઈ-બહેનની જોડી જોવા મળી છે. શનિવારે એક ટુર્નામેન્ટ દરમ્યાન ૨૫૦૦ રેટિંગ પાર કરીને વૈશાલી ભારતની ત્રીજી મહિલા ગ્રૅન્ડ માસ્ટર બની ગઈ હતી. વિશ્વનાથન આનંદ, કાનેરુ હમ્પી, હરિકા દ્રાનાવલ્લી, દિબ્યેન્દુ બરુઆ અને આર. પ્રજ્ઞાનંદના ક્બલમાં વૈશાલી સામેલ થઈ ગઈ છે.


