ટેસ્ટ સિરીઝ ન રમવાને કારણે વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયુ છે.
યશસ્વી જૈસવાલ , શુભમન ગિલ્લ
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં કેટલાક ફેરફાર થયા છે. વિલિયમસન ૮૯૩ પૉઇન્ટ સાથે ટૉપ પર છે. ભારત સામે સદી ફટકારનાર જો રુટને બે સ્થાનનો ફાયદો થયો છે, તે ૭૯૯ પૉઇન્ટ સાથે બૅટ્સમેનની યાદીમાં ત્રીજા સ્થાને છે. ટેસ્ટ સિરીઝ ન રમવાને કારણે વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયુ છે. તે ૭૪૪ પૉઇન્ટ સાથે ૯મા ક્રમે છે. યશસ્વી જયસ્વાલ ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૨મા, શુભમન ગિલ ચાર સ્થાનના ફાયદા સાથે ૩૧મા અને ધ્રુવ જુરેલ ૩૧ સ્થાનના ફાયદા સાથે ૬૯મા ક્રમે પહોંચ્યો છે. ઑલરાઉન્ડર રૅન્કિંગમાં જાડેજા ૪૪૯ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. અશ્વિન ૩૨૩ પૉઇન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે જો રુટ ત્રણ સ્થાનના ફાયદા સાથે આ લિસ્ટમાં ચોથા ક્રમે પહોંચ્યો છે.