હિમાચલ પ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી નિમિત્તે આ અઠવાડિયે બીજેપીના યુવા મોરચાની સભા યોજાવાની છે.

રાહુલ ડ્રવિડ
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી નિમિત્તે આ અઠવાડિયે બીજેપીના યુવા મોરચાની સભા યોજાવાની છે અને એમાં ભારતીય ક્રિકેટ ટીમનો હેડ-કોચ રાહુલ દ્રવિડ હાજરી આપશે એવો અહેવાલ ગઈ કાલે બપોરે ફેલાતાં દ્રવિડે
એએનઆઇને દૃઢપણે રદિયો આપતાં જણાવ્યું હતું કે ‘આ વાત તદ્દન ખોટી છે. કેટલાક મીડિયામાં જણાવાયું છે કે હું હિમાચલ પ્રદેશમાં ૧૨-૧૫ મે દરમ્યાન એક સભામાં હાજરી આપવાનો છું, પણ હું ખુલાસો કરવા માગું છું કે આ અહેવાલ ખોટો છે.’