ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-ફોર રાઉન્ડની મૅચ ગઈ કાલે અનામત દિવસે ચાલુ થઈ ખરી, પરંતુ આ મૅચને શરૂ કરવા પાછળ ગ્રાઉન્ડ્સસમેને કયા-કયા ઉપાય કર્યા એની તો માત્ર તેમને જ ખબર છે.

હેલોજન અને પંખાથી સૂકવ્યું મેદાન!
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)નું પ્રેશર કહો, આયોજકો પાકિસ્તાન અને શ્રીલંકા બોર્ડનું દબાણ કહો કે પછી ઑફિશ્યલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સનો આગ્રહ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-ફોર રાઉન્ડની મૅચ ગઈ કાલે અનામત દિવસે ચાલુ થઈ ખરી, પરંતુ આ મૅચને શરૂ કરવા પાછળ ગ્રાઉન્ડ્સસમેને કયા-કયા ઉપાય કર્યા એની તો માત્ર તેમને જ ખબર છે.
સોમવારે રિઝર્વ ડેઓ પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન ઘણી જહેમત ઉઠાવતા જોવા મળ્યા. પિચનો ભેજ સૂકવવા પંખા અને હેલોજન (મોટી લાઇટ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હેલોજન લાઇટથી પ્રચંડ પ્રમાણમાં ગરમી પેદા થતી હોવાને કારણે મેદાન પર અને ખાસ કરીને ૩૦ યાર્ડ સર્કલમાં રહેલી ભીની જગ્યાને મૅચ રમવા લાયક બનાવવા હેલોજન અને પંખાની મદદ લેવાઈ હતી. ઘણાં સ્ટેડિયમમાં અગાઉ પણ આવી પરિસ્થિતિને પહોંચી વળવા આવા પ્રયોગ કરવા પડ્યા છે.