અમેરિકાએ રેપ કેસમાંથી દોષમુક્ત થનાર લામિચાનેને વીઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો
સંદીપ લામિચા
નેપાલનો સ્ટાર ક્રિકેટર સંદીપ લામિચાને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનારી T20 વર્લ્ડ કપની છેલ્લી બે લીગ મૅચ માટે નેપાલ ક્રિકેટ ટીમ સાથે જોડાશે. અમેરિકાએ રેપ કેસમાંથી દોષમુક્ત થનાર લામિચાનેને વીઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે તે નેપાલની અમેરિકન ગ્રુપ મૅચોમાં રમી શક્યો નહોતો. આ ૨૩ વર્ષના સ્પિનરને અગાઉ નેપાલની ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વીઝા ન મળવાને કારણે નેપાલમાં ફૅન્સ દ્વારા વિરોધ-પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ઓપનિંગ મૅચ હારીને નેપાલની ટીમ ઝીરો પૉઇન્ટ સાથે હાલમાં ગ્રુપ Dમાં ચોથા ક્રમે છે. ૧૨ જૂને નેપાલ શ્રીલંકા સામે ફ્લૉરિડામાં રમશે, જ્યારે ૧૫ જૂનનો સાઉથ આફ્રિકા અને ૧૭ જૂનનો બંગલાદેશ સામેનો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝમાં રમાશે. ગ્રુપ Dમાં સાઉથ આફ્રિકા, બંગલાદેશ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ટૉપ-ટૂમાં પહોંચવા માટે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે.

