ફૅન્સે ડેવિડ વૉર્નરને કેમ ટૉલીવુડમાં જોડાવા કીધું, જુઓ આ મજેદાર વીડિયો
ડેવિડ વૉર્નર પત્ની અને દીકરી સાથે ડાન્સ કરતા
આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા કેદ છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસો જુદી-જુદી પ્રવૃતિ કરીને પોતાનો સમય પસાર કરતા હોય છે. પણ આ રૅસમાં આપણા ભારતીય ક્રિકેટર પાછળ નહીં રહેવા જોઈએ. લૉકડાઉનના કારણે આઈપીએલ પણ સ્થગિત થઈ ગઈ છે. તેમ જ આવી સ્થિતિમાં તેઓ એકબીજા સાથે સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય દેખાઈ રહ્યા છે. વીડિયો કૉલ દ્વારા વાતચીત કરતા જોવા મળ્યા છે. તેમ જ ટિક-ટૉકનો ઉપયોગ કરીને પોતાનો ટેલેન્ટ પર દેખાડી રહ્યા છે.
વાત કરીએ ઑસ્ટ્રેલિયાના પ્લેયર ડેવિડ વૉર્નરની તો હાલ તેમણે પોતાની ફૅમિલી અને ફૅન્સનું મનોરંજન કરવા નવી રીત શોધી કાઢી છે. કોરોના વાઈરસના વધતા કેસ અને લૉકડાઉનને લીધે ઘરમાં કેદ ડેવિડ વૉર્નર ટિક-ટૉક પર એક્ટિવ થઈ ગયા છે અને સાથે જ અલગ-અલગ ડાન્સ સ્ટાઈલથી લોકોનું દિલ જીતી રહ્યા છે. ડેવિડ વૉર્નરનું ધ્યાન ટૉલીવુડ પર વધારે કેન્દ્રિત થયું છે.
તમે વિચારતા હશો કે ભારતમાં બૉલીવુડ નહીં પણ ટૉલીવુડ પર એમનું આકર્ષણ કેવી રીતે? તો જણાવી દઈએ તેઓ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી મેચ રમે છે.
ADVERTISEMENT
આ જ કારણથી તેમને ટૉલીવુડ એટલે સાઉથ ઈન્ડિયન્સ પ્રત્યે વધારે લાગણી છે. હાલમાં જ એમણે સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનના એક ગીત પર એના જેવા જ ડાન્સ સ્ટેપ કરીને ટિક-ટૉક પર ધૂમ મચાવી છે અને જબરદસ્ત ડાન્સ કરીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ વીડિયોમાં તેણે સ્ટાર અલ્લૂ અર્જૂનને પણ ટેગ કર્યા છે.
આ વીડિયો ટિક-ટૉક પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. સાથે લાખોની સંખ્યામાં વ્યૂઝ અને કમેન્ટ્સ મળી છે. કમેન્ટ્સમાં એમના કેટલાક ભારતીય ચાહકો એમ પણ કહી રહ્યા છે કે તેઓએ ટોલીવુડમાં જોડાવું જોઈએ.

