32 સ્માઇલિંગ બ્લાસ્ટરે બૅટિંગ મળ્યા બાદ વત્સલ દોશી (૧૬ બૉલમાં ૪૩ રન)ના સૌથી મોટા યોગદાનની મદદથી ૭ ઓવરના અંતે ૭૯ રનનો ટાર્ગેટ નક્કી કર્યો હતો
શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ 32 સ્માઇલિંગ બ્લાસ્ટરે જીતી લીધી
શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજના મુંબઈમાં વસતા યુવાનો માટે તાજેતરમાં ઘાટકોપરની ફાતિમા હાઈ સ્કૂલના ગ્રાઉન્ડ પર શ્રી ઘોઘારી સ્પોર્ટ્સ ગ્રુપ (જીએસજી)ના નેજા હેઠળ આયોજિત ૨૦ ટીમ વચ્ચેની અમી કપ ટેનિસ ટુર્નામેન્ટની ૧૧મી સીઝનમાં રોમાંચક લીગ અને નૉકઆઉટ રાઉન્ડ બાદ ઘાટકોપરની બન્ને ટીમ વચ્ચેની ફાઇનલ વધુ એક્સાઇટિંગ થઈ હતી. 32 સ્માઇલિંગ બ્લાસ્ટરે બૅટિંગ મળ્યા બાદ વત્સલ દોશી (૧૬ બૉલમાં ૪૩ રન)ના સૌથી મોટા યોગદાનની મદદથી ૭ ઓવરના અંતે ૭૯ રનનો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને માઇટી સનરાઇઝરે પણ ૭ ઓવરમાં મુખ્યત્વે નિશાંત દોશી (બાવીસ બૉલમાં ૪૬ રન)ના યોગદાન સાથે હરીફ ટીમ જેટલા જ રન બનાવતાં ટાઇટ થઈ હતી. સુપર ઓવરમાં 32 સ્માઇલિંગ બ્લાસ્ટરને ૮ રનનો લક્ષ્યાંક મળતાં વત્સલ દોશીએ પાંચ બૉલમાં એ મેળવી લીધો હતો અને 32 સ્માઇલિંગ બ્લાસ્ટર ટીમે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. માઇટી સનરાઇઝરના નિલય લાખાણી (પાંચ મૅચમાં ૧૨૭ રન)ને બેસ્ટ બૅટરનો, નિશાંત દોશી (૫ મૅચમાં ૮ વિકેટ)ને બેસ્ટ બોલરનો અને વત્સલ દોશી (૧૧૦ રન તથા ૮ વિકેટ)ને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. જીએસજી દ્વારા પ્રથમ વાર આયોજિત લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ મુલુંડની ટીમે પાર્લાની ટીમને ફાઇનલમાં હરાવીને જીતી લીધી હતી.