સ્ટુડિયોમાં બેસીને કોઈની બોલિંગ પર કમેન્ટ કરવી સરળ છે, તેઓ પહેલાં પોતાના જ આંકડા જોઈ લે. ૩૩ વર્ષનો બોલિંગ-ઑલરાઉન્ડર કહે છે, ‘બોલિંગ-યુનિટ તરીકે અમે આખી સીઝન દરમ્યાન સારી બોલિંગ કરી છે. ક્યારેક કૉમેન્ટરીમાં ટીકા થાય છે.
શાર્દૂલ ઠાકુર
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે હાલની IPL સીઝનમાં પોતાની ટીમ માટે ૬ મૅચમાં સૌથી વધુ ૧૧ વિકેટ લીધી છે. શનિવારે ગુજરાત ટાઇટન્સ સામેની જીત બાદ તેણે બોલર્સ પર આડેધડ કમેન્ટ કરતા કૉમેન્ટેટર્સને આડે હાથ લીધા હતા. તેણે કૉમેન્ટેટર્સને અરીસો બતાવી દીધો હતો.
૩૩ વર્ષનો બોલિંગ-ઑલરાઉન્ડર કહે છે, ‘બોલિંગ-યુનિટ તરીકે અમે આખી સીઝન દરમ્યાન સારી બોલિંગ કરી છે. ક્યારેક કૉમેન્ટરીમાં ટીકા થાય છે. તેઓ બોલરો પર કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમણે સમજવું પડશે કે ક્રિકેટ એક ચોક્કસ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ૨૦૦+ રનનો સ્કોર સામાન્ય બની રહ્યો છે. અમે બે વખત અમારા સ્કોરને ડિફેન્ડ કર્યો છે. ટીકા હંમેશાં રહેશે, ખાસ કરીને કૉમેન્ટેટર્સ તરફથી. સ્ટુડિયોમાં બેસીને કોઈની બોલિંગ પર કમેન્ટ કરવી સરળ છે, પરંતુ તેઓ મેદાન પર વાસ્તવિક ચિત્ર જોતા નથી. મને ખાતરી છે કે તેમણે કોઈની ટીકા કરતાં પહેલાં પોતાના આંકડા જોઈ લેવા જોઈએ.’
200- આટલી T20 વિકેટ પૂરી કરનાર ૧૦મો ભારતીય ફાસ્ટ બોલર બન્યો શાર્દૂલ ઠાકુર.

