મુલ્લાંપુરમાં ગઈ કાલે ક્વૉલિફાયર 2 મૅચના ટૉસ દરમ્યાન મોટી ચૂક થઈ હતી. ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો ત્યારે રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગે હેડ્સ કહ્યું. સિક્કો મેદાન પર પડ્યો ત્યારે એના પર ટેલ્સ જોવા મળ્યું.
ક્વૉલિફાયર 2 મૅચનો ટૉસ બે વખત કરવો પડ્યો
મુલ્લાંપુરમાં ગઈ કાલે ક્વૉલિફાયર 2 મૅચના ટૉસ દરમ્યાન મોટી ચૂક થઈ હતી. ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો ત્યારે રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગે હેડ્સ કહ્યું. સિક્કો મેદાન પર પડ્યો ત્યારે એના પર ટેલ્સ જોવા મળ્યું. જોકે મૅચ-રેફરી પ્રકાશ ભટ્ટને રિયાન પરાગનો અવાજ બરાબર સંભાળ્યો ન હોવાથી ટૉસ ફરી કરવો પડ્યો હતો.
બીજી વખતના ટૉસમાં રિયાન પરાગ ફરી હેડ્સ બોલ્યો અને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ આ ઘટનાથી નિરાશ જોવા મળ્યો. તેણે ટૉસ દરમ્યાન ઍન્કર રવિ શાસ્ત્રીને કહ્યું કે ‘મને નથી લાગતું કે રેફરીએ રિયાન પરાગનો અવાજ સાંભળ્યો હશે.’ ટૂંકમાં શુભમન ગિલે આ ચૂક માટે રિયાન પરાગને જવાબદાર ગણાવ્યો હતો.
