ત્રીજા દિવસે આયરલૅન્ડને જીતવા માટે ૧૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૮માં ટેસ્ટ ટીમ તરીકેની માન્યતા પ્રાપ્ત કર્યા બાદ આયરલૅન્ડની ટીમે પહેલી જીત મેળવી છે. અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટમાં ૬ વિકેટે જીત મેળવીને આયરિશ ટીમે પહેલી વાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ત્રીજા દિવસે આયરલૅન્ડને જીતવા માટે ૧૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે ૪ વિકેટના ભોગે ચેઝ કરી લીધો હતો. કુલ ૮ વિકેટ લઈને આયરલૅન્ડનો ઑલરાઉન્ડર માર્ક ઍડેર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
૨૦૧૮થી અત્યાર સુધી આયરલૅન્ડે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને શ્રીલંકા સામે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૭ માર્ચથી બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ અને ૧૫ માર્ચથી ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થશે.

