° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


શેફાલીની શેરનીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં

28 January, 2023 06:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌપ્રથમ અન્ડર-19 ટી૨૦ વિશ્વકપની સેમીમાં ન્યુ ઝીલૅન્ડને ૮ વિકેટે કચડી નાખ્યુંઃ પાર્શ્વી પ્લેયર ઑફ ધ મૅચ : ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

શેફાલીની શેરનીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં

શેફાલીની શેરનીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં

મૂળ રોહતક (હરિયાણા)ની ઓપનિંગ બૅટર શેફાલી વર્માના સુકાનમાં ભારતની ગર્લ્સ ટીમ ગઈ કાલે સૌપ્રથમ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સેમી ફાઇનલમાં તેમણે ન્યુ ઝીલૅન્ડની પડકારરૂપ ટીમને ૩૪ બૉલ બાકી રાખીને ૮ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના બુલંદશહેરની ૧૬ વર્ષની લેગ-સ્પિનર પાર્શ્વી ચોપડા (૪-૧-૨૦-૩)ને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે કિવી ટીમની વિકેટકીપર ઇસાબેલા ગેઝ (૨૬ રન), કૅપ્ટન ઇઝ્‍ઝી શાર્પ (૧૩ રન) અને એમ્મા ઇરવિન (૩ રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. એટલું જ નહીં, ચોપડાએ સૌથી વધુ રન બનાવનાર વનડાઉન પ્લેયર જ્યૉર્જિયા (૩૫ રન)નો કૅચ પણ પકડ્યો હતો.

બીજી સેમીમાં ઇંગ્લૅન્ડે (૯૯ રન) ઑસ્ટ્રેલિયા (૯૬ રન)ને ત્રણ રનથી હરાવીને ભારત સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ધોનીના ધુરંધરો બનેલા ચૅમ્પિયન

ટી૨૦ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ આ ફૉર્મેટના વિશ્વકપના આરંભથી જ દેશને સિદ્ધિ અપાવતા આવ્યા છે. ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં ભારતે સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ૨૦૦૯માં ઝુલન ગોસ્વામીના સુકાનમાં ભારતની મહિલા ટી૨૦ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી.

સેહરાવતના સુપર સિક્સ્ટીવન

ગઈ કાલે સાઉથ આફ્રિકાના પોશેફ્સ્ટ્રુમમાં શેફાલી વર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૦૭ રન બનાવી શકી હતી. ચોપડાની ત્રણ વિકેટ ઉપરાંત શેફાલી, તીતાસ સાધુ, મન્નત કશ્યપ અને અર્ચનાદેવીએ એક-એક વિકેટ લીધી હતી. પછીથી કૅપ્ટન શેફાલી (૧૦ રન, ૯ બૉલ, એક ફોર) અને વાઇસ-કૅપ્ટન શ્વેતા સેહરાવત (૬૧ અણનમ, ૪૫ બૉલ, દસ ફોર)ની જોડીએ ૩૩ રનની સારી ભાગીદારી સાથે શરૂઆત કરી હતી. શેફાલી કૅચઆઉટ થયા બાદ સેહરાવતે સૌમ્યા તિવારી (બાવીસ રન, ૨૬ બૉલ, ત્રણ ફોર) સાથે બીજી વિકેટ માટે ૬૨ રનની પાર્ટનરશિપ કરી હતી. સૌમ્યાની વિકેટ પડ્યા બાદ સેહરાવત અને જી. ત્રિશા (પાંચ અણનમ)ની જોડીએ ૧૫ રનની ભાગીદારી સાથે ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે ૧૦૮ રનના લક્ષ્યાંક સામે ૧૪.૨ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૧૦ રન બનાવ્યા હતા. બન્ને વિકેટ પેસ બોલર ઍના બ્રાઉનિંગે લીધી હતી.

ફાઇનલ રવિવારે સાંજે

સૌપ્રથમ ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે ૨૯ જાન્યુઆરીએ પોશેફ્સ્ટ્રુમમાં ઇંગ્લૅન્ડ સામે રમાશે. આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે ૫.૧૫ વાગ્યે શરૂ થશે.

28 January, 2023 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જયપુરમાં બનશે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ૧૦૦ એકર જમીન પર બનનારા આ સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપેસિટી હશે.

31 March, 2023 11:03 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આજે આઇપીએલના ઓપનિંગમાં ડ્રોન શો, ધોની-હાર્દિકની હીરો-સ્ટાઇલમાં એન્ટ્રી

અમદાવાદમાં આજે પહેલી મૅચ પહેલાં ૧૫૦૦થી વધુ ડ્રોન દ્વારા રચાશે આઇપીએલના લોગો અને ટ્રોફીનું ફૉર્મેશન, સ્પેશ્યલ ટેક્નૉલૉજીથી સર્જાશે અદ્ભુત આકાશી નઝારો

31 March, 2023 11:00 IST | Mumbai | Shailesh Nayak
ક્રિકેટ

ચૅમ્પિયન ગુજરાત અને હેવીવેઇટ ચેન્નઈના મુકાબલા સાથે આજે આઇપીએલનો આરંભ

૧૨ શહેરમાં રમાશે ૭૦ લીગ મૅચ : ‘હોમ ઍન્ડ અવે’ અને ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તથા ‘ટૉસ પછીની ઇલેવન’ના નિયમ સાથે આઇપીએલના ધમાકેદાર મુકાબલા શરૂ થશે

31 March, 2023 10:56 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK