વેસ્ટ ઇન્ડીઝનાે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનમાં ઇંગ્લિશ કૉમેન્ટરી કરી રહ્યો છે. પંજાબ માટે ૧૮ કરોડ રૂપિયામાં રમનાર અર્શદીપે હમણાં સુધી આ સીઝનની ચાર મૅચમાં કુલ ૬ વિકેટ લીધી છે.
અર્શદીપ સિંહનાં મમ્મી-પપ્પા અને બહેન સાથે ઇયાન બિશપ
વેસ્ટ ઇન્ડીઝનાે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનમાં ઇંગ્લિશ કૉમેન્ટરી કરી રહ્યો છે. બુધવારે મોહાલી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની મૅચ બાદ તેની મુલાકાત ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનાં મમ્મી-પપ્પા અને બહેન સાથે થઈ હતી. તેમની સાથેનો સેલ્ફી શૅર કરીને તેણે સોશ્યલ મીડિયા પર અર્શદીપની અન્ડર-19થી ઇન્ટરનૅશનલ લેવલ સુધીની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ફૅમિલીની પ્રશંસા કરી હતી. પંજાબ માટે ૧૮ કરોડ રૂપિયામાં રમનાર અર્શદીપે હમણાં સુધી આ સીઝનની ચાર મૅચમાં કુલ ૬ વિકેટ લીધી છે.

