ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલની ભારતીય મૂળની પત્ની વિની રામનની તાજેતરમાં તામિલનાડુમાં સીમંતની વિધિ યોજાઈ હતી.
ગ્લેન મૅક્સવેલે પત્ની વિની રામનના સીમંતના ફોટો શૅર કર્યા
ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલની ભારતીય મૂળની પત્ની વિની રામનની તાજેતરમાં તામિલનાડુમાં સીમંતની વિધિ યોજાઈ હતી. મૅક્સવેલ અને તેના પરિવાર માટે આ ‘બેબી શાવર’નો પ્રસંગ હતો, પરંતુ વિની અને તેના તામિલ પરિવારજનોએ પરંપરાગત રીતે સીમંતની વિધિ પાર પાડી હતી. ‘ગોદ ભરાઈ’ તરીકે પણ ઓળખાતી આ વિધિને લગતા ફોટો મૅક્સવેલે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. મૅક્સવેલ અને વિનીએ ઘણાં વર્ષોની રિલેશનશિપ બાદ માર્ચ, ૨૦૨૨માં લગ્ન કર્યાં હતાં. મે, ૨૦૨૩માં મૅક્સવેલે જાહેર કર્યું હતું કે વિની પ્રેગ્નન્ટ છે.


