દિનેશ કાર્તિકે પોતાની પત્ની સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ અને બાળકો સાથેની સ્પેશિયલ તસવીર શૅર કરી છે, સાથે જ તેણે પોતાના બાળકોનું નામ પણ જણાવ્યું છે.
દિનેશ કાર્તિક
ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ટ્વિન્સનો પિતા બન્યો છે. શનિવારે કાર્તિકે ટ્વિટર પર આ ખુશખબર જાહેર કર્યા છે. દિનેશ કાર્તિકે પોતાની પત્ની સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ અને બાળકો સાથેની સ્પેશિયલ તસવીર શૅર કરી છે, સાથે જ તેણે પોતાના બાળકોનું નામ પણ જણાવ્યું છે.
દિનેશ કાર્તિકે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પત્ની દીપિકા સાથે તસવીર શૅર કરીને બાળકોનું નામ પણ જણાવ્યું છે. દિનેશ અને દીપિકાએ પોતાના બાળકોનું નામ કબીર પલ્લીકલ કાર્તિક, જિયાન પલ્લીકલ કાર્તિક રાખ્યું છે.
ADVERTISEMENT
દિનેશે પોતાની પોસ્ટમાં લખ્યું, "અને આ રીતે અમે 3માંથી 5 થઈ ગયા. દીપિકા અવે મને બે સુંદર બાળકો થયા છે. આ ખૂબ જ આનંદની ક્ષણો છે."
View this post on Instagram
દિનેશ કાર્તિકે તાજેતરમાં જ આઇપીએલ 2021માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ભાગ લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં પહોંચાડવા માટે દિવેશ કાર્તિકનો રોલ મહત્વનો હતો.
દિનેશ હાલ ભારતીય ટીમનો ભાગ નથી, પણ તે સતત કોમેન્ટ્રી કરતો રહે છે. ઇંગ્લેન્માં દિનેશ કાર્તિકની કોમેન્ટ્રીના ખૂબ જ વખાણ થયા હતા, તેની રંગબેરંગી શર્ટ બધાને ખૂબ જ ગમતી હતી. દીપિકાની વાત કરી તો તે ભારત માટે એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે.
દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે 2013માં સગાઇ કરી હતી, બન્નેએ 2015માં એક-બીજા સાથે લગ્ન કર્યાં. દિનેશ કાર્તિકના આ બીજા લગ્ન છે. આ પહેલા 2007માં તેણે નિકિતા સાથે લગ્ન કર્યા હતા. બન્નેનાં છૂટાછેડા 2012માં થયા હતા.

