‘માર્ક બાઉચરે મને શૉર્ટ બૉલની ગેમ સુધારવાની સલાહ આપી હતી’
માર્ક બાઉચર
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું કહેવું છે કે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના હેડ કોચ માર્ક બાઉચરે મને શૉર્ટ બૉલ પર કામ કરવાનું સૂચન આપ્યું હતું. કોહલીએ કહ્યું કે ‘૨૦૦૮માં બાઉચરે મને શૉર્ટ બૉલ ગેમ પર કામ કરવાનું કહ્યું હતું. તેને એ વખતે વિઝન આવી ગયું હતું. તેમણે મને કહ્યું હતું કે આવતાં ચાર વર્ષમાં હું તને ઇન્ડિયન ટીમમાં જોવા માગું છું અને જો એવું ન થાય તો મને ઘણું દુઃખ થશે. મારી ક્રિકેટ-કરીઅરમાં મને ગેરી કર્સ્ટન અને ડન્કન ફ્લેચરે ઘણી મદદ કરી છે. ફ્લેચરની નજર ગેમ પર ઘણી બારીક રહેતી હતી અને મારી ગેમ સુધારવામાં આ બન્નેએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. ગેમની બાબતમાં વાત કરું તો જ્યારે સિરીઝ બે-બેની બરાબરી પર હોય છે ત્યારે છેલ્લી રોમાંચક મૅચ રમવાથી મને ઘણું પ્રોત્સાહન મળે છે.’
યુઝવેન્દ્ર ચહલ પૂરેપૂરો જોકર છે : વિરાટ કોહલી
ADVERTISEMENT
તાજેતરમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ સોશ્યલ મીડિયામાં વાત કરી રહ્યા હતા અને એ વાતચીતના અંતે કોહલીએ યુઝવેન્દ્ર ચહલનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાથે ડિવિલિયર્સને ચહલનું ટિકટૉક અકાઉન્ટ જોવા માટે કહ્યું હતું. ચહલને ટ્રોલ કરતાં ડિવિલિયર્સને કોહલીએ કહ્યું કે ‘તેં તેના ટિકટૉક વિડિયો જોયા છે? તારે એક વાર યુઝવેન્દ્ર ચહલના ટિકટૉક વિડિયો જોવા જોઈએ. તેને જોઈને તને ભરોસો નહીં આવે કે તે એક ઇન્ટરનૅશનલ ક્રિકેટ પ્લેયર છે અને ૨૯ વર્ષનો છે. એક વાર તો તેના વિડિયો જોઈ જોજે. તે પૂરેપૂરો જોકર છે.’


