Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


International Cricket

લેખ

સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ,  સ્નેહ રાણા

ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ચૅમ્પિયન બન્યા બાદ કોને ICC રૅન્કિંગ્સમાં થયો ફાયદો

ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ચૅમ્પિયન બન્યા બાદ ભારતની સ્મૃતિ, જેમિમા અને સ્નેહ રાણાને ICC રૅન્કિંગ્સમાં થયો ફાયદો,

14 May, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

ટેસ્ટ-ક્રિકેટ માટે કોહલીના નેતૃત્વ, જુસ્સા, ફિટનેસ અને કમિટમેન્ટની પ્રશંસા કરી

T20 ક્રિકેટ વધી રહ્યું છે ત્યારે પરંપરાગત ફૉર્મેટની લોકપ્રિયતા જાળવી રાખવા બદલ અને શિસ્ત, ફિટનેસ તથા પ્રતિબદ્ધતાનું અસાધારણ ઉદાહરણ સ્થાપિત કરવા બદલ આભાર.

14 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

હાઇએસ્ટ રન, સેન્ચુરી અને સ્કોર બનાવનાર કોહલીના આ ફૉર્મેટના અન્ય મોટા રેકૉર્ડ

૨૦૧૪-૧૫માં ઑસ્ટ્રેલિયા સામે પોતાની કૅપ્ટન્સીની શરૂઆતમાં બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો હતો.

13 May, 2025 09:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નેક્સ્ટ બન્ને મૅચ જીતી ત્રિકોણીય વન-ડે સિરીઝને રસપ્રદ બનાવી શકે સાઉથ આફ્રિકન ટીમ

શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ૧૧ મેની ફાઇનલ મૅચ માટે ભારત અને શ્રીલંકા ચાર-ચાર પૉઇન્ટ સાથે પ્રબળ દાવેદાર છે.

07 May, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી લીધા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમે સેલિબ્રેશન કર્યું હતું (તસવીર સૌજન્ય: ICC)

ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને

આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ઇન્ડિયન ક્રિકેટ ટીમે ભારતનું આઇસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂર્ણ કરી દીધું છે. ભારતના દરેક ફેન્સ છેલ્લા અનેક વર્ષોથી આ પળની રાહ જોઈ રહ્યા હતા. આ સપનાને હવે ટીમ ઈન્ડિયાએ પૂર્ણ કરતાં ગઇકાલે રાતે મેચ જીત્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સ રસ્તા પર આવીને સેલિબ્રેશન કર્યું હતું. દેશભરમાં થયેલા સેલિબ્રેશનની અનેક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય : મિડ-ડે અને ICC X એકાઉન્ટ)

30 June, 2024 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ દ્રવિડ, સચિન તેન્ડુલકર, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી

માત્ર આ ચાર ભારતીય ખેલાડીઓ જ જીત્યા છે ‘ICC ક્રિકેટર ઓફ ધ યર એવૉર્ડ

‘ICC ક્રિકેટર ઓફ ધ યર 2023’ (ICC Cricketer of the Year 2023)ની જાહેરાત હજુ બાકી છે. આ વર્ષે આ યાદીમાં કયા ભારતીય ક્રિકેટરનું નામ આવશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર ચાર ભારતીય ખેલાડીઓ જ ‘ICC ક્રિકેટર ઓફ ધ યર’નો ખિતાબ પોતાને નામ કરી શક્યા છે. તો ચાલો જોઈએ આ યાદીમાં કોનું નામ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

02 January, 2024 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેઝલ કીચ પહેલા આ સાત અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ સિંહ

હેઝલ કીચ પહેલા આ સાત અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. ક્રિકેટના મેદાનની સાથે તેમણે પ્રેમની પિચ પર પણ અનેક પારીઓ રમી છે. જાણો હેઝલ સાથે લગ્ન કરતા પહેલા કઈ-કઈ અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ.

10 June, 2019 04:45 IST

વિડિઓઝ

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad
કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રનથી વિજય મેળવ્યા બાદ બીજો ICC T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. મેચ પછી, કેપ્ટન રોહિત શર્મા અને બેટિંગ માસ્ટર વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, એક યુગનો અંત ચિહ્નિત કર્યો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જે 2009ના ડેબ્યુથી તેમના શાનદાર યોગદાન માટે જાણીતો છે, તેણે પણ હૃદયપૂર્વકની ઇનસ્ટાગ્રામ પોસ્ટ કરી આ ક્રિકેટ ફોર્મેટને વિદાય આપી. જાડેજાની પ્રભાવશાળી કારકિર્દીમાં તેણે 74 T20I માં રમી છે, જેમાં તેણે બેટ અને બોલ બંને વડે તેની કુશળતા દર્શાવી, 515 રન બનાવ્યા અને 54 વિકેટો લીધી છે. ભારતે તેના વિજય સાથે નિવૃત્તિ લેનાર સિતારાઓના વારસાની પણ ઉજવણી કરી.

01 July, 2024 12:45 IST | New Delhi
T20 World Cup 2024: India vs Pakistan – બુમરાહનો જાદુ છવાયો, ભારતની જીત

T20 World Cup 2024: India vs Pakistan – બુમરાહનો જાદુ છવાયો, ભારતની જીત

ન્યુ યોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ખાતે ICC T20 વર્લ્ડ કપના એક આકર્ષક મુકાબલામાં, જસપ્રિત બુમરાહના શાનદાર બોલિંગ પ્રદર્શન અને ઋષભ પંતની સ્થિતિસ્થાપક ઇનિંગને કારણે ભારતે પાકિસ્તાન પર છ રનના ટૂંકા અંતરથી વિજય મેળવ્યો હતો. આ રોમાંચક જીત સાથે, ભારતે ચાર નિર્ણાયક પોઈન્ટ મેળવીને ગ્રુપ A ના પોઇન્ટ્સ ટેબલ પર શિખર પર સ્થાન મેળવ્યું છે. દરમિયાન, અમેરિકા અને ભારત બંનેના હાથે પરાજય સહન કરીને પાકિસ્તાન ચોથા સ્થાને છે. તેમની વર્તમાન સ્થિતિને જોતાં નોકઆઉટ તબક્કામાં આગળ વધવાની તેમની સંભાવનાઓ બહુ ઓછી લાગે છે.

10 June, 2024 11:15 IST | New York
India vs Pakistan – મૅચ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકોને ઉત્સાહ છે ચરમસીમાએ!

India vs Pakistan – મૅચ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકોને ઉત્સાહ છે ચરમસીમાએ!

T20 World Cup 2024માં ભારત પાકિસ્તાનના મહામુકાબલાની ક્ષણ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મુકાબલાની અપેક્ષાઓ વધી રહી છે. ચાહકો આતુરતાથી પિચ પર ક્રિકેટના મુકાબલાની રાહ જોઈ રહ્યા છે. જુના મુકાબલાઓને જોતા આજની મેચ ક્રિકેટની સૌથી મોટી હરીફાઈમાં વધુ એક રોમાંચક મેચનું વચન આપે છે. ક્રિકેટ ફેન્સ અપેક્ષાઓ અને દેશભક્તિની લાગણી સાથે વૈશ્વિક મંચ પર ક્રિકેટની તેજસ્વીતા અને ઉત્કટ સ્પર્ધાના સાક્ષી બનવા માટે તૈયાર છે.

09 June, 2024 01:20 IST | New York

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK