ગુજરાતના ગાંધી વિદેશમાં વખણાયા, વિદેશની એવી 10 જગ્યા જ્યાં છે ગાંધીજીની પ્રતિમા

Published: Feb 22, 2019, 19:28 IST | Falguni Lakhani
 • લેક શ્રાઈન, કેલિફોર્નિયા, USA આ ગાંધીજીનું વિશ્વ શાંતિ સ્મારક છે. અહીં ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી છે. આ મેમોરિયલ 1950માં બાંધવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃWikimedia)

  લેક શ્રાઈન, કેલિફોર્નિયા, USA
  આ ગાંધીજીનું વિશ્વ શાંતિ સ્મારક છે. અહીં ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી છે. આ મેમોરિયલ 1950માં બાંધવામાં આવ્યું હતું.
  (તસવીર સૌજન્યઃWikimedia)

  1/10
 • ટેવિસ્ટોક સ્કેવર, લંડન, ઈંગલેન્ડ અહીં આવેલી ગાંધીજીની પ્રતિમા જાણીતા શિલ્પકાર ફ્રેડા બ્રિલિયન્ટે બનાવી હતી. તેનું અનાવરણ 1968માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન હાર્લોડ વિલ્સને કર્યું હતું. (તસવીર સૌજન્યઃTripadvisor)

  ટેવિસ્ટોક સ્કેવર, લંડન, ઈંગલેન્ડ
  અહીં આવેલી ગાંધીજીની પ્રતિમા જાણીતા શિલ્પકાર ફ્રેડા બ્રિલિયન્ટે બનાવી હતી. તેનું અનાવરણ 1968માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન હાર્લોડ વિલ્સને કર્યું હતું.
  (તસવીર સૌજન્યઃTripadvisor)

  2/10
 • કોપનહેગન, ડેન્માર્ક આ પ્રતિમા ઈન્દિરા ગાંધીએ ડેન્માર્કની સરકારને આપી હતી, જ્યારે તેઓ 1984માં ડેન્માર્કની મુલાકાતે ગયા હતા. (તસવીર સૌજન્યઃPeace Maripo)

  કોપનહેગન, ડેન્માર્ક
  આ પ્રતિમા ઈન્દિરા ગાંધીએ ડેન્માર્કની સરકારને આપી હતી, જ્યારે તેઓ 1984માં ડેન્માર્કની મુલાકાતે ગયા હતા.
  (તસવીર સૌજન્યઃPeace Maripo)

  3/10
 • ચર્ચ સ્ટ્રીટ, પિટરમેરિટ્ઝબર્ગ, સાઉથ આફ્રિકા આ એ જ શહેર છે જ્યાંથી 1893માં ગાંધીજીને ગોરાએ ટ્રેનમાંથી બહાર ફેંક્યા હતા. આ પ્રતિમાનું અનાવરણ સાઉથ આફ્રિકાના આર્કબિશપે કહ્યું હતું. (તસવીર સૌજન્યઃPeace Maripo)

  ચર્ચ સ્ટ્રીટ, પિટરમેરિટ્ઝબર્ગ, સાઉથ આફ્રિકા
  આ એ જ શહેર છે જ્યાંથી 1893માં ગાંધીજીને ગોરાએ ટ્રેનમાંથી બહાર ફેંક્યા હતા. આ પ્રતિમાનું અનાવરણ સાઉથ આફ્રિકાના આર્કબિશપે કહ્યું હતું.
  (તસવીર સૌજન્યઃPeace Maripo)

  4/10
 • પ્લાઝા સિસિલા, આર્જેન્ટિના ભારતની સ્વતંત્રતાના 15 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભારતની સરકારે રામ વનજી સુથારે બનાવેલી આ પ્રતિમા આર્જેન્ટિનાને ભેટ આપી હતી. (તસવીર સૌજન્યઃWikimedia)

  પ્લાઝા સિસિલા, આર્જેન્ટિના
  ભારતની સ્વતંત્રતાના 15 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભારતની સરકારે રામ વનજી સુથારે બનાવેલી આ પ્રતિમા આર્જેન્ટિનાને ભેટ આપી હતી.
  (તસવીર સૌજન્યઃWikimedia)

  5/10
 • ગ્લેબ પાર્ક, કેનેબેરા, ઑસ્ટ્રેલિયા કાંસાની બનેલી ગાંધીજીની આ પ્રતિમા તેમના મૂળભૂત સિદ્ધાંતોની યાદ અપાવે છે, સિદ્ધાંત વિના રાજકારણ નહીં, નૈતિકતા વિના વેપાર નહીં, અને માનવતા વિના વિજ્ઞાન નહીં. (તસવીર સૌજન્યઃpeace.maripo.com)

  ગ્લેબ પાર્ક, કેનેબેરા, ઑસ્ટ્રેલિયા
  કાંસાની બનેલી ગાંધીજીની આ પ્રતિમા તેમના મૂળભૂત સિદ્ધાંતોની યાદ અપાવે છે, સિદ્ધાંત વિના રાજકારણ નહીં, નૈતિકતા વિના વેપાર નહીં, અને માનવતા વિના વિજ્ઞાન નહીં.
  (તસવીર સૌજન્યઃpeace.maripo.com)

  6/10
 • મેમોરિયલ ગાર્ડન, જિન્ગા, યુગાન્ડા 1948માં મહાત્મા ગાંધીની અસ્થિઓનું જિન્ગા પાસે નાઈલ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તે સ્થળ પાસે જ આ પ્રતિમા બનાવવામાં આવી છે. (તસવીર સૌજન્યઃShunya)

  મેમોરિયલ ગાર્ડન, જિન્ગા, યુગાન્ડા
  1948માં મહાત્મા ગાંધીની અસ્થિઓનું જિન્ગા પાસે નાઈલ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તે સ્થળ પાસે જ આ પ્રતિમા બનાવવામાં આવી છે.
  (તસવીર સૌજન્યઃShunya)

  7/10
 • ગાર્ડન ઑફ પીસ, વિએના, ઑસ્ટ્રિયા વેર્નર હૉવાર્થ નામના કલાકારે વૈશ્વિક શાંતિમાં ગાંધીજીના પ્રદાનને યાદ કરતા ઑઈલ પેઈન્ટિંગ બનાવ્યું છે. (તસવીર સૌજન્યઃPierretristam)

  ગાર્ડન ઑફ પીસ, વિએના, ઑસ્ટ્રિયા
  વેર્નર હૉવાર્થ નામના કલાકારે વૈશ્વિક શાંતિમાં ગાંધીજીના પ્રદાનને યાદ કરતા ઑઈલ પેઈન્ટિંગ બનાવ્યું છે.
  (તસવીર સૌજન્યઃPierretristam)

  8/10
 • એરિયાના પાર્ક, જીનીવા, સ્વિટઝર્લેન્ડ સ્વિટઝર્લેન્ડ સાથેની મિત્રતા સંધિની 60મી વર્ષગાંઠ પર ભારતની સરકારે આ પ્રતિમા ભેટ આપી હતી. (તસવીર સૌજન્યઃTalkingbeautifulstuff)

  એરિયાના પાર્ક, જીનીવા, સ્વિટઝર્લેન્ડ
  સ્વિટઝર્લેન્ડ સાથેની મિત્રતા સંધિની 60મી વર્ષગાંઠ પર ભારતની સરકારે આ પ્રતિમા ભેટ આપી હતી.
  (તસવીર સૌજન્યઃTalkingbeautifulstuff)

  9/10
 • પાર્લામેન્ટ સ્કવેર, લંડન, ઈંગલેન્ડ આ સ્ટેચ્યૂનું અનાવરણ માર્ચ 2015માં કરવામાં આવ્યું હતું. જે સમયે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને અભિનેતા અમિતાભ બચ્ચન હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃDawn)

  પાર્લામેન્ટ સ્કવેર, લંડન, ઈંગલેન્ડ
  આ સ્ટેચ્યૂનું અનાવરણ માર્ચ 2015માં કરવામાં આવ્યું હતું. જે સમયે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને અભિનેતા અમિતાભ બચ્ચન હાજર રહ્યા હતા.
  (તસવીર સૌજન્યઃDawn)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતનું ગૌરવ અને રાષ્ટ્રની શાન મહાત્મા ગાંધીની યાદો અને તેમના સંદેશા આજે પણ જીવંત છે. ન માત્ર આપણા રાજ્ય કે દેશ પરંતુ દુનિયાભરમાં આજે ગાંધીજી પુજાય છે. આજે અમે તમને બતાવીશું એવી 10 જગ્યાઓ જ્યાં ગાંધીજીની પ્રતિમાઓ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK