નિષ્ણાતોનું કહેવું છે કે આ બૉલ એક પાવર સ્ટેશનમાંથી આવ્યા હશે જેનો ઉપયોગ એ સિસ્ટમને સાફ કરવા માટે થાય છે.
Offbeat
વાદળી રંગના બૉલ
યુકેના એક બીચ પર છેલ્લા ઘણા દિવસોથી રબર પ્રકારના રહસ્યમય બૉલ જોવા મળ્યા છે. વાદળી રંગના આ બૉલની સંખ્યા લગભગ ૧૦૦૦ કરતાં વધારે હોવાનું જાણવા મળે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ બૉલ એક પાવર સ્ટેશનમાંથી આવ્યા હશે જેનો ઉપયોગ એ સિસ્ટમને સાફ કરવા માટે થાય છે. ભાગ્યે જ આ બૉલનો નિકાલ દરિયામાં કરવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચક્રવાતની અસરને કારણે મોટી સંખ્યામાં આ બૉલ દરિયાકિનારે જોવા મળ્યા હતા. આ પ્રકારના બૉલને સંપૂર્ણપણે નષ્ટ થતાં લગભગ બે વર્ષ લાગે છે જે સ્થાનિક વન્યસૃષ્ટિ માટે ખતરારૂપ છે.