તાતા મેમોરિયલ હૉસ્પિટલના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ જેરોધાના સીઈઓ નીતિન કામથને આપી સલાહ
નીતિન કામથ
જેરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામથને માઇલ્ડ સ્ટ્રોક આવી ગયો એ ઘટના પછી ડૉક્ટરોએ તેમને સલાહ આપી છે કે સોશ્યલ મીડિયા પર જે સલાહો મળે એને એમ જ ફૉલો કરવા લાગવું નહીં. નીતિન કામથને કોઈકે મેડિકલ ઍડ્વાઇઝ આપેલી જે અનેક ડૉક્ટરોએ ફૉલો કરવા જેવી નથી એવું કહ્યું હતું. એમ છતાં નીતિન કામથ માન્યા નહીં અને પેલી ઍડ્વાઇઝ અવળી પડી હતી. ડૉ. સી. એસ. પ્રથમેશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કહ્યું હતું કે સાયન્ટિફિક બૅકગ્રાઉન્ડ ન ધરાવતા ઇન્ફ્લુઅન્સરોનું આંધળું અનુકરણ ન કરો. બીજા ડૉક્ટર દીપક કૃષ્ણમૂર્તિએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

