ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારના વિડિયો વાઇરલ થાય છે.

બૉટલમાં વધેલો કેચપ કઈ રીતે કાઢી લેવો એ દર્શાવતો વિડિયો વાઇરલ
ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારના વિડિયો વાઇરલ થાય છે. કયા પ્રકારનો વિડિયો લોકોને ગમી જશે એ કહી શકાય નહીં. કેટલાક વિડિયોમાં લોકોને કનડતી સમસ્યાનો ઉકેલ બતાવવામાં આવે છે. જેમ કે કિચનની ટ્રૉલી કઈ રીતે બહાર કાઢવી, મોપ કઈ રીતે બદલવું વગેરે વગેરે. આવા વિડિયો લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને સાથોસાથ તેમના રોજબરોજના જીવનમાં ઘણા કામના પણ હોય છે. અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતી કેસી રીગર આવા જ વિડિયો બનાવે છે. તાજેતરમાં તેણે કેચપની બૉટલમાં બાકી બચેલા સૉસને કઈ રીતે કાઢવો એનો એક વિડિયો બનાવ્યો હતો જે ઘણો વાઇરલ થયો હતો. કેસી કહે છે કે આવો જ એક વિડિયો મેં ટિકટૉક પર જોયો હતો એથી મેં પણ આવું કરી જોયું. જ્યારે કેચપની બૉટલમાં થોડો સૉસ બાકી રહ્યો હોય ત્યારે એને આપણે હથેળીમાં લઈને થપથપાવીએ છીએ, પણ એને બદલે એને ગોળ-ગોળ ફેરવીશું તો તમામ સૉસ સરળતાથી કાઢી શકાશે.’