નવા શોધાયેલા બ્લૅક હૉલને ગયા બીએચ-૩ નામ આપવામાં આવ્યું છે.
આકાશગંગા (મિલ્કી વે)માં અત્યાર સુધીનો સૌથી મોટો બ્લૅક હૉલ (ગયા બીએચ-૩)
ખગોળશાસ્ત્રીઓએ આપણી આકાશગંગા (મિલ્કી વે)માં અત્યાર સુધીનો સૌથી મોટો બ્લૅક હૉલ શોધી કાઢ્યો છે. એનું કદ સૂર્યના કુલ કદ કરતાં ૩૩ ગણું વધારે હોવાનું અનુમાન છે. કોઈ તારો ગુરુત્વાકર્ષણ બળ ગુમાવે એ પછી સ્ટેલર બ્લૅક હૉલનું સર્જ્યન થાય છે. નવા શોધાયેલા બ્લૅક હૉલને ગયા બીએચ-૩ નામ આપવામાં આવ્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સીના ગયા મિશન દરમ્યાન એની શોધ કરવામાં આવી હતી. પૅરિસમાં સેન્ટર ફૉર સાઇન્ટિફિક રિસર્ચના ખળોળશાસ્ત્રી પાસ્કલ પૅનુઝૉએ આ બ્લૅક હૉલ વિશે સમાચાર એજન્સીઓને જાણકારી આપી હતી. ગયા મિશનમાં કોઈ પણ તારાનું ચોક્કસ લોકેશન દર્શાવી શકે એવા ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેલિસ્કોપની મદદથી પ્રાપ્ત ડેટાનું ઍનૅલિસિસ કરતાં નવા બ્લૅક હૉલ વિશે જાણકારી મળી હતી. અત્યાર સુધી શોધાયેલા સ્ટૅલર બ્લૅક હૉલમાં ગયા બીએચ-૩ સૌથી વિશાળ છે. વિજ્ઞાનીઓ સ્પેસનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સૂર્યથી નાની સાઇઝનો એક તારો એક અદૃશ્ય તારાની પરિક્રમા કરી રહ્યો હતો. એની ગતિમાં વારંવાર અવરોધ આવી રહ્યો હતો. એ પછી વિજ્ઞાનીઓને ગયા બીએચ-૩ બ્લૅક હૉલ વિશે જાણ થઈ હતી.

