દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૨૫મી ફેબ્રુઆરીના રોજ એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે દિલ્હીમાં સરકાર ચલાવવા અને બીજેપી દ્વારા ઉભી થયેલી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે તેમને નોબલ પુરસ્કાર મળવો જોઈએ. તેમણે કહ્યું, "તેઓએ (ભાજપ) દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણને રોકવાનો પ્રયાસ કર્યો. તેઓ નથી ઈચ્છતા કે ગરીબોને તેમના બાળકો જેવું શિક્ષણ મળે... માત્ર હું જાણું છું કે, હું કેવી રીતે સરકાર ચલાવી રહ્યો છું. દિલ્હી, મને આ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ...”