પ્રતિકાત્મક ફાઇલ તસવીર
Updated
10 months 1 week 5 days 9 hours 58 minutes ago
04:30 PM
News Live Updates : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
ભાજપે રાજસ્થાન માટે ત્રીજી યાદી જાહેર કરી છે. જે ઉમેદવારોને ટિકિટ આપી તે જાહેર થયું છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. 58 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
Updated
10 months 1 week 5 days 10 hours 22 minutes ago
04:06 PM
News Live Updates : ઉદય સામંતે મુંબઈમાં ભારત ડાયમંડ બોર્સની લીધી મુલાકાત
મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે મુંબઈમાં ભારત ડાયમંડ બોર્સની મુલાકાત લીધી હતી અને નવી મુંબઈમાં સ્થાપવાના પ્રસ્તાવિત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક અંગે તેના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
Updated
10 months 1 week 5 days 10 hours 58 minutes ago
03:30 PM
News Live Updates : HPCL, ટાટા પાવર સહિત અમુક કંપનીને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપી સૂચના
મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં વધારાને લઈને ચિંતાઓ વધી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB)એ કહ્યું છે કે તેણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), ટાટા પાવર અને કેટલીક અન્ય કંપનીઓને પ્રદૂષણને કાબુમાં લેવાના હેતુસર તેમના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કરવા જણાવ્યું છે.
Updated
10 months 1 week 5 days 11 hours 27 minutes ago
03:01 PM
News Live Updates : ધારાશિવમાં ગ્રામજનોએ મરાઠા ક્વોટાને લઈને શરૂ કર્યું `જેલ ભરો` આંદોલન
મહારાષ્ટ્રના ધારાશિવના ઘણા ગામોના રહેવાસીઓએ મરાઠા ક્વોટાને લઈને આંદોલનના સમર્થનમાં `જેલ ભરો` વિરોધ શરૂ કર્યો છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.