પ્રતિકાત્મક તસવીર
Updated
2 years 1 month 2 weeks 5 days 20 hours 5 minutes ago
06:18 PM
News Live Updates : પીએમના કાર્યક્રમમાં લોકોને લઈ જનારી MSRTC બસ પર પથ્થરમારો
એક એમએસઆરટીસી બસની પાછળની વિન્ડશિલ્ડ જે ગુરુવારે શિરડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે લોકોને લઈ જવાની હતી. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં તેના પર પથ્થર ફેંકાયા બાદ તે તૂટી ગઈ હતી એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
Updated
2 years 1 month 2 weeks 5 days 20 hours 30 minutes ago
05:53 PM
News Live Updates : ડ્રગ સ્મગલર લલિત પાટીલનો ભાઈ અને સાથી 30મી ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં
લલિત પાટીલ ડ્રગ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાયેલ વિવેક અરહાના સાથે અગાઉ પોલીસ કસ્ટડીમાં રહેલા ભૂષણ પાટીલ અને અભિષેક બલકવાડેને 30 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
Updated
2 years 1 month 2 weeks 5 days 20 hours 55 minutes ago
05:28 PM
News Live Updates : શરદ પવારે ખેડૂતો માટે શું કર્યું? PM મોદીએ કર્યા પ્રહાર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિરડીની મુલાકાતે છે. તેમણે સાંઈ બાબાના દર્શન કર્યા હતા. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. સભા સંબોધતા તેઓએ કહ્યું કે શરદ પવારે ખેડૂતો માટે શું કર્યું?
Updated
2 years 1 month 2 weeks 5 days 21 hours 32 minutes ago
04:51 PM
News Live Updates : આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા
કતારની અદાલતે જાસૂસી કેસમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ.


