રણબીર કપૂર
Updated
2 years 2 months 1 week 3 days 6 hours 35 minutes ago
08:08 PM
News Live Updates: રણબીર કપૂરે મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા ED પાસે માગ્યો સમય
મહાદેવ ઑનલાઈન ગેમિંગ એપ મની લોન્ડરિંગ કેસમાં બુધવારે રણબીર કપૂરનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ ચારેબાજુ હલચલ મચી ગઈ છે. EDએ અભિનેતાને પહેલી નોટિસ મોકલી છે. એટલું જ નહીં, તેને શુક્રવારે એટલે કે 6 ઑક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. રણબીરે આ મામલે ED પાસે ૧૪ દિવસનો સમય માગ્યો છે.
Updated
2 years 2 months 1 week 3 days 8 hours 13 minutes ago
06:30 PM
News Live Updates: AAP સાંસદ સંજય સિંહ 5 દિવસના ED રિમાન્ડ પર
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. દિલ્હી લિકર પૉલિસી કેસમાં સુનાવણી દરમિયાન EDએ દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સિંહ હવે 10 ઑક્ટોબર સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં રહેશે અને આ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે.
Updated
2 years 2 months 1 week 3 days 10 hours 13 minutes ago
04:30 PM
News Live Updates: સેન્સર બોર્ડ `ભ્રષ્ટાચાર` - અભિનેતા વિશાલના આરોપની તપાસ કરવા CBIએ દાખલ કરી FIR
સીબીઆઈએ અભિનેતા વિશાલના આરોપ પર ત્રણ વ્યક્તિઓ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અજાણ્યા અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે કે તેણે તેની ફિલ્મ `માર્ક એન્ટોની`ના હિન્દી-ડબ વર્ઝન માટે પ્રમાણપત્ર મેળવવા માટે 6.5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. બુધવારે આરોપીઓના પરિસર સહિત મુંબઈમાં ચાર સ્થળોએ સર્ચ ઑપરેશન કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. (પીટીઆઈ)
Updated
2 years 2 months 1 week 3 days 10 hours 43 minutes ago
04:00 PM
News Live Updates: સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા AAP કાર્યકરોની મુંબઈ પોલીસે કરી અટકાયત
મુંબઈ પોલીસે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો અને સમર્થકોની અટકાયત કરી હતી, જેઓ પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. બુધવારે સંજય સિંહની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટી ભારતના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. AAP કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કર્યું અને તેમની મુક્તિની માગણી કરી હતી, એવો અહેવાલ ANIએ આપ્યો છે.


