પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 2 days 10 hours 6 minutes ago
06:57 PM
News Live Updates: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 5 કિમી હતી.
Updated
1 year 2 days 12 hours 47 minutes ago
04:16 PM
News Live Updates: છત્તીસગઢમાં કૉંગ્રેસ પર પીએમ મોદીનો પ્રહાર
છત્તીસગઢના બસ્તરમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર વસ્તીના સમાન અધિકારની માંગણી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મનમોહનજી કહેતા હતા કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે અને તેમાં પણ પહેલો અધિકાર મુસ્લિમોનો છે, તો હવે કોંગ્રેસ લઘુમતીઓને પણ છેતરવા માંગે છે.તેમણે વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ કહે છે કે લોકોને તેમની સંખ્યા પ્રમાણે અધિકારો મળવા જોઈએ, તો આ દેશમાં સૌથી વધુ વસ્તી કોની છે? કોંગ્રેસના મતે, શું દેશના હિંદુઓને તેમના અધિકાર સમાન પ્રમાણમાં મળવા જોઈએ? આ રીતે, દેશના સંસાધનો પર દેશના હિંદુઓનો પ્રથમ અધિકાર છે. કોંગ્રેસ દેશના હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે જેથી તેમનો નાશ થાય."
Updated
1 year 2 days 12 hours 52 minutes ago
04:11 PM
News Live updates: મહારાષ્ટ્ર હોસ્પિટલમાં મોત મામલે કૉંગ્રેસે તપાસની માંગ કરી
કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 31 મૃત્યુની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી અને આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્ય સરકારની આરોગ્ય પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા અને દોષિતોને કડક સજાની માંગ કરી.
Updated
1 year 2 days 14 hours 25 minutes ago
02:38 PM
News Live Updates: નાંદેડ હોસ્પિટલ 24 લોકોના મોત મામલે નેતાઓ આપી રહ્યાં છે નિવેદન
નાંદેડમાં ડૉ શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત પર કૉંગ્રેસ નેતાએ આપી પ્રતિક્રિયા
#WATCH | Nagpur: On the death of 24 patients in Dr Shankarrao Chavan Medical College and Hospital in Nanded, Congress leader Atul Londhe Patil says, "12 more newborn babies have died in Nanded hospital as per today`s information. Now, the total number of deaths is 24. This is… pic.twitter.com/YL3jCaDevV
— ANI (@ANI) October 3, 2023