ફાઈલ તસવીર
Updated
2 years 2 months 3 weeks 4 days 17 hours 3 minutes ago
07:13 PM
News Live Udpates: કુણબી જાતિ પ્રમાણપત્ર માટે રચાયેલી મરાઠા પેનલને મંત્રાલયમાં ફાળવાઈ જગ્યા
મહારાષ્ટ્ર સરકારે નિઝામ-યુગના રેકોર્ડમાં કુણબી તરીકે ઓળખાતા મરાઠાવાડા પ્રદેશના મરાઠા સમુદાયના સભ્યોને જાતિ પ્રમાણપત્ર આપવા માટે એસઓપી નક્કી કરવા માટે રચાયેલી સમિતિને મંત્રાલયમાં જગ્યા ફાળવી છે. સરકારે સરકારી ઠરાવ (GR) મુજબ અધિક સચિવના રેન્કના અધિકારી અને ડેસ્ક અધિકારીઓ સહિત 20-સભ્યના સ્ટાફની પણ ફાળવણી કરી છે.
Updated
2 years 2 months 3 weeks 4 days 17 hours 40 minutes ago
06:36 PM
News Live Udpates: કાંદિવલી સ્ટેશનના પ્લેટફોર્મ 2,3 અને 4 પર FoBનો સાઉથ દાદરો કરાયો બંધ
પશ્ચિમ રેલ્વેએ બુધવારે કાંદિવલી ખાતે સ્ટેશન પર સુધારણા કાર્યના પગલે પ્લેટફોર્મ 2,3 અને 4 પર મધ્ય ફૂટ-ઓવર-બ્રિજનો સાઉથ દાદરો તોડી પાડવામાં આવશે. માટે જ આ દાદરો બંધ રહેશે. એફઓબીને ચાર મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. એમડબલ્યુઆરએ જણાવ્યું હતું કે, "બાંધકામના સમયગાળા દરમિયાન મુસાફરો FOBની દક્ષિણ બાજુએ આવેલ દાદરાનો ઉપયોગ કરી શકે છે."
Updated
2 years 2 months 3 weeks 4 days 18 hours 49 minutes ago
05:27 PM
News Live Udpates: બીએમસીએ શહેરના દરેક વોર્ડમાં વિસર્જન સ્થળ કર્યા તૈયાર
આજે દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે બીએમસીએ શહેરમાં દરેક વોર્ડમાં વિસર્જન માટે આર્ટિફિશિયલ તળાવ તૈયાર કર્યા છે. લોકોને સુવિધા થાય, ભીડ ન થાય અને પર્યાવરણ રક્ષાને ધ્યાનમાં લઈને દરેક વોર્ડમાં વિસર્જનની સુવિધા ઉપલબ્ધ કરી છે.
Updated
2 years 2 months 3 weeks 4 days 20 hours 23 minutes ago
03:53 PM
News Live Updates: ગણેશ ચતુર્થીના બીજા દિવસે 196 મૂર્તિઓનું વિસર્જન
ગણેશ ચતુર્થીની સુમેળભરી અને ઘટના-મુક્ત પરાકાષ્ઠામાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ અહેવાલ આપ્યો કે શહેરમાં 12 વાગ્યા સુધી કુલ 196 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


