ફાઈલ ફોટો
Updated
2 years 3 months 9 hours 34 minutes ago
04:42 PM
News Live Updates: થાણે જિલ્લાના ઉપનગરીય ટ્રેન સ્ટેશન પર કિશોરી સાથે છેડતી કરનાર 45 વર્ષીય વ્યક્તિની ધરપકડ
એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, થાણે જિલ્લામાં ઉપનગરીય ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક કિશોરી સાથે કથિત રીતે છેડતી કરવા બદલ સરકારી રેલવે પોલીસ (GRP) દ્વારા 45 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Updated
2 years 3 months 11 hours 36 minutes ago
02:40 PM
News Live Updates: CBI કોર્ટે PF ઓફિસના કર્મચારીને 3 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી
નવી મુંબઈમાં પ્રોવિડન્ટ ફંડ (PF) ઓફિસના ક્લાર્કને એક કંપની પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ સીબીઆઈની વિશેષ અદાલતે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
Updated
2 years 3 months 12 hours 45 minutes ago
01:31 PM
News Live Updates: સનાતન વિવાદ SC સુધી પહોંચ્યો
સનાતન વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉધયનિધિ સ્ટાલિન અને અન્ય DMK નેતાઓ સામે FIRની માંગ કરવામાં આવી છે.
Updated
2 years 3 months 13 hours 16 minutes ago
01:00 PM
News Live Updates: યુવક-યુવતીએ થાણેમાં પોતાના ભાડાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
મહારાષ્ટ્રના અહમદનગરનાં વતની યુવક-યુવતીએ થાણેમાં પોતાના ભાડાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને શંકા છે કે યુવક-યુવતી પ્રેમમાં હશે, પરંતુ તેમના પરિવારજનો આ પ્રેમસંબંધની વિરુદ્ધ હોવાથી તેમણે આવું પગલું ભર્યું હશે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી.


