તસવીર સૌજન્ય : એએફપી
Updated
2 years 4 months 21 hours 35 minutes ago
06:41 PM
News Live Updates : અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમની શરૂ
દર વર્ષની જેમ આ વખતે પણ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પહોંચ્યા છે. આ દરમિયાન લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને સેનાના જવાનો પોતાની બહાદુરી બતાવી રહ્યા છે.
Updated
2 years 4 months 1 day 7 minutes ago
04:09 PM
News Live Updates: પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પણ સુપ્રિયા સુલે ભડક્યા
પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પર એનસીપી નેતા સુપ્રિયા સુલે કહે છે, "તેમણે (પીએમ મોદીએ) ભ્રષ્ટાચાર, વંશવાદ વિશે વાત કરી હતી પરંતુ રાજવંશ દરેક પાર્ટીનો ભાગ છે. મને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું સંસદમાં નિવેદન યાદ છે જ્યાં તેમણે કહ્યું હતું કે જો તમે કોઈની તરફ એક આંગળીઓ બતાવો તો બીજી ત્રણ આંગળીઓ તમારી તરફ ઈશારો કરી રહી છે...મણિપુરને પ્રેમ, સંભાળ, કરુણા અને સહાનુભૂતિની જરૂર છે...":
Updated
2 years 4 months 1 day 1 hour 43 minutes ago
02:33 PM
News Live Updates: મોદી આગલી વખતે ધ્વજ નહીં ફરકાવે, આગલી વખતે અમે આવીશું
સ્વતંત્રતા દિવસ પર લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે ધ્વજ લહેરાવવા માટે પીએમ મોદી નહીં પણ અમે આવીશું.
Updated
2 years 4 months 1 day 1 hour 44 minutes ago
02:32 PM
News Live Updates: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે


