
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 week 2 days 3 hours 56 minutes ago
09:30 PM
News Live Updates: સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ SBIએ ચૂંટણી પંચને મોકલ્યો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) એ મંગળવારે (12 માર્ચ) ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો સંપૂર્ણ ડેટા મોકલી આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (11 માર્ચ) SBIને ઠપકો આપ્યો હતો અને ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી પ્રદાન કરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે જ, કોર્ટે આદેશ આપ્યો હતો કે SBIએ 12 માર્ચના રોજ કામકાજના કલાકો પૂરા થતાં સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. તે મુજબ, SBIએ મંગળવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો સંપૂર્ણ ડેટા મોકલી આપ્યો છે.
Updated
1 year 1 week 2 days 4 hours 26 minutes ago
09:00 PM
News Live Updates: PM મોદીએ ગુજરાતમાં 1,200 કરોડની ગાંધી આશ્રમ સ્મારક યોજનાનું અનાવરણ કર્યું
12 માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાની વર્ષગાંઠ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી ખાતે 1,200 કરોડના ગાંધી આશ્રમ મેમોરિયલ માસ્ટર પ્લાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે પુનઃવિકાસિત આશ્રમને પણ ખુલ્લો મૂક્યો.
Updated
1 year 1 week 2 days 5 hours 26 minutes ago
08:00 PM
News Live Updates: ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં 480 કરોડની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો પકડાયો
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સોમવારે મધ્યરાત્રિએ 480 કરોડ રૂપિયાના નાર્કોટિક્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા હતા. પોરબંદરથી 350 કિલોમીટર દૂર દરિયામાં પાકિસ્તાની બોટમાંથી માદક દ્રવ્યોનો આ જંગી કન્સાઈનમેન્ટ મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના સંયુક્ત ઓપરેશનમાં ફરી એકવાર ડ્રગ્સના જંગી કન્સાઈનમેન્ટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
Updated
1 year 1 week 2 days 6 hours 26 minutes ago
07:00 PM
News Live Updates: મુંબઈના 8 રેલવે સ્ટેશનના બદલાશે નામ? સીએમઓમાં શરૂ થઈ કવાયત
મુંબઈમાં રેલવે સ્ટેશનોના નામ બદલવા અંગે આજે મુખ્યપ્રધાન સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યને અંગ્રેજોના સમયના રેલવે સ્ટેશનોના નામ બદલવાનો અધિકાર છે. આ નામોને વહેલી તકે બદલવા માટે મુખ્યપ્રધાન એકનાથ શિંદે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે.