
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
Updated
1 year 1 month 2 weeks 52 minutes ago
09:30 PM
News Live Updates: સેક્સ રેકેટ ચલાવતા શખ્સની ધરપકડ, બે મહિલાઓને ઉગારી લેવાઈ
નવી મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે એક 35 વર્ષીય વ્યક્તિની કથિત રીતે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. નવી મુંબઈ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે, મૂળ નેપાળના રહેવાસી રામ બહાદુર બડેલાને બુધવારે મળેલી ટિપ ઑફની પુષ્ટિ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
Updated
1 year 1 month 2 weeks 1 hour 22 minutes ago
09:00 PM
News Live Updates: વિક્રોલીમાં ત્રણ માળની ઈમારતનો સ્લેબ પડ્યો
ગુરુવારે સાંજે વિક્રોલી ઈસ્ટ કન્નમવાર નગરમાં ત્રણ માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં એકનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
Updated
1 year 1 month 2 weeks 1 hour 52 minutes ago
08:30 PM
News Live Updates: આપણું હતું અને આપણું જ રહેશે: વિદેશ મંત્રાલયનું PoK પર મોટું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "અમે પીઓકેને લઈને અમારી સ્થિતિ પર અડગ છીએ. સમગ્ર જમ્મુ અને કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ભારતનો ભાગ છે. તે ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. ચીન પાકિસ્તાન પર અમારી સ્થિતિ દરેક વ્યક્તિ જાણે છે. ઇકોનોમિક કોરિડોર આ અમારી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ છે.
Updated
1 year 1 month 2 weeks 2 hours 22 minutes ago
08:00 PM
News Live Updates: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિષ્ઠિત TIME યાદીમાં સામેલ
એશિયા અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની પ્રતિષ્ઠિત TIMEની યાદીમાં સામેલ કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ટાઇટન્સ કેટેગરી હેઠળ 2024ની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની ટાઇમની યાદીમાં સામેલ કરવામાં આવી છે.