પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 4 months 1 week 21 hours 20 minutes ago
03:05 PM
Live Updates : બેસ્ટના ડ્રાઈવરોએ સાત દિવસ બાદ પાછી ખેંચી હડતાળ
બેસ્ટના કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ છેલ્લા છ દિવસથી હડતાળ પર હતા અને આજે સાતમા દિવસે આ હડતાળનો અંત આવ્યો છે. બેસ્ટમાં ખાનગી બસ ઓપરેટર્સના કર્મચારીઓએ મંગળવારે બપોરે તેમની હડતાળને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના પગારમાં વધારો અને અન્ય માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપ્યા બાદ આ હડતાળ પાછી ખેંચવામાં આવી હતી.
Updated
2 years 4 months 1 week 21 hours 40 minutes ago
02:45 PM
Live Updates : પાલઘરમાં પાંચ તલવારો અને અન્ય હથિયારો જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી પાંચ તલવારો, ચાર ખંજર અને ૧૮ સિકલ જપ્ત કર્યા હોવાની માહિતી પોલીસે આપી છે.
Updated
2 years 4 months 1 week 21 hours 55 minutes ago
02:30 PM
Live Updates : બેસ્ટના ડ્રાઈવરોની હડતાળથી પ્રવાસીઓ પરેશાન
બેસ્ટના કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ છેલ્લા ૬ દિવસથી હડતાળ પર છે. આજે આ હડતાળનો સાતમો દિવસ છે. બેસ્ટની બસો ભાડેથી લઈને ચલાવવા માટે લેનારી કંપનીના કર્મચારીઓની હડતાળ આજે સાતમા દિવસે પણ કાયમ રહી છે. ત્યારે બસ સ્ટોપ પર પ્રવાસીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે.

તસવીર : સૈયદ સમીર આબેદી
Updated
2 years 4 months 1 week 22 hours 25 minutes ago
02:00 PM
Live Updates : આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ આત્મહત્યાના કેસમાં એડલવાઈસ ગ્રુપના 3 પ્રતિનિધિઓ પોલીસ સમક્ષ હાજર
બોલિવૂડ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈની આત્મહત્યાના સંદર્ભમાં ECL ફાયનાન્સ કંપની/એડલવાઈસ ગ્રુપના ત્રણ પ્રતિનિધિઓ મંગળવારે મહારાષ્ટ્રના રાયગઢ પોલીસ સમક્ષ હાજર થયા હતા.


