પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
Updated
2 years 4 months 1 week 1 day 18 hours 49 minutes ago
05:37 PM
Live Updates : નવી મુંબઈમાં 8 ઑગસ્ટે પાણીકાપ
8 ઑગસ્ટ 2023ના રોજ સાંજે ખારધર અને કામોઠે સહિત નવી મુંબઈ નગર નિગમ (NMMC) ક્ષેત્રમાં પાણીનો પૂરવઠો નહીં થાય. કારણકે એનએમએમસી મોરબે બંધથી દીઘા વૉર્ડ સુધી મુખ્ય પાઈપલાઈનની જાળવણી માટે 12 કલાક શટડાઉન લઈ રહી છે.
Updated
2 years 4 months 1 week 1 day 21 hours 2 minutes ago
03:24 PM
Live Updates: Delhi AIIMSમાં આગની ઘટનામાં દોડાદોડ, ઇમરજન્સી વૉર્ડમાંથી સુરક્ષિત કાઢવામાં દર્દી
Delhi AIIMS Fire: એમ્સમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એન્ડોસ્કોપી રૂમમાંથી બધા દર્દીઓ સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે. અગ્નિશમન વિભાગના અધિકારી વેદપાલ શિકારાએ જણાવ્યું કે જ્યાં આગ લાગી હતી તે એક સ્ટોર હતો. આને કારણે કોઈ દર્દી સાથે કોઈપણ દુર્ઘટના થઈ નથી. આગ લાગવાની ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસની છે.
Updated
2 years 4 months 1 week 1 day 21 hours 3 minutes ago
03:23 PM
Live Updates: Noohમાં બુલડોઝર એક્ટિવિટી પર હાઈકૉર્ટનો સ્ટે ઑર્ડર
હાઈકોર્ટે હરિયાણાના મેવાતના નૂહમાં હિંસા અંગે ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નૂહમાં હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝરની કાર્યવાહીની સુઓમોટો સંજ્ઞાન લીધી અને આ આદેશ જારી કર્યો. નૂહમાં ગેરકાયદે બાંધકામો પર વહીવટીતંત્રની કાર્યવાહી ચાલુ છે.
Updated
2 years 4 months 1 week 1 day 22 hours 56 minutes ago
01:30 PM
Live Updates : સાયરસ પૂનાવાલા ગ્રૂપે કેકી મિસ્ત્રીને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા
સાયરસ પૂનાવાલા ગ્રૂપે કેકી મિસ્ત્રીને અદાર પૂનાવાલાની આગેવાની હેઠળના નાણાકીય સેવાઓના સાહસો માટે સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.


