મનીષ સિસોદિયા(ફાઈલ તસવીર)
Updated
2 years 4 months 1 week 4 days 16 hours 23 minutes ago
08:04 PM
Live Updates: મનીષ સિસોદિયા મામલે સુપ્રીમ કૉર્ટે EDને કર્યો પ્રશ્ન, કહ્યું એફિડેવિટમાં પૈસાના લેવડ-દેવડનું વિવરણ કેમ નથી સ્પષ્ટ?
સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયા કેસમાં નાણાંની હેરફેર અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સવાલ કર્યા હતા. કોર્ટે નોંધ્યું કે એફિડેવિટમાં પૈસાની લેવડદેવડ અંગે કોઈ સ્પષ્ટતા નથી.
Updated
2 years 4 months 1 week 4 days 17 hours 14 minutes ago
07:13 PM
Live Updates: સુપ્રીમ કૉર્ટમાંથી રાહત મળ્યા બાદ આવ્યું કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પહેલું નિવેદન
"મારે શું કરવું છે મને બધી ખબર છે." કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "આજે નહીં તો કાલે સત્યની જીત થાય જ છે. મારે શું કરવું છે તે બધું મારા મગજમાં ક્લિયર છે."
Updated
2 years 4 months 1 week 4 days 18 hours 9 minutes ago
06:18 PM
Live Updates: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનને ફરી ઝટકો
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડાની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસને અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે.
Updated
2 years 4 months 1 week 4 days 19 hours 39 minutes ago
04:48 PM
Live Updates: જ્ઞાનવાપી સર્વે બપોરે 2.30 વાગ્યાથી શરૂ, `હર હર મહાદેવ`ના મંત્રોચ્ચારથી ગૂંજ્યું કાશી
સુપ્રીમ કૉર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર સ્ટે મૂકવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે એએસઆઈએ સ્પષ્ટ કર્યું છે કે સંપૂર્ણ સર્વે વિના કોઈપણ ખોદકામ અને સંરચનાને નુકસાન પહોંચાડ્યા વગર પૂરું કરવામાં આવશે.


