સ્ટેજ પર ઊંઘ પૂરી કરતા જોવા મળ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે
Updated
2 years 4 months 1 week 5 days 17 hours 23 minutes ago
06:55 PM
Live-Updates: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન ઊંઘતા ઝડપાયા
1 ઑગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુણેમાં ભાષણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઊંઘતા, ઝોકા ખાતાં જોવા મળે છે. અને હવે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.
Updated
2 years 4 months 1 week 5 days 18 hours 42 minutes ago
05:36 PM
Live-Updates: જ્ઞાનવાપી સર્વે મામલો હવે પહોંચ્યો સુપ્રીમ કૉર્ટમાં, મુસ્લિમ પક્ષની અપીલ પર કાલે થશે સુનાવણી
જ્ઞાનવાપીના સર્વે પરથી સ્ટે ખસેડવા માટે ન્યાયાલયે આજે સવારે જ આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કૉર્ટ પહોંચી ગયો. મુસ્લિમ પક્ષે હાઈકૉર્ટના આદેશને સુપ્રીમ કૉર્ટમાં પડકાર આપ્યો છે. જેની સુનાવણી આવતી કાલે કરવામાં આવશે.
Updated
2 years 4 months 1 week 5 days 18 hours 58 minutes ago
05:20 PM
Live Updates : બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરાની ઘરવાપસી
બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરા સંયુક્ત અરબ અમીરાતની શારજાહ જેલમાંથી રાહત મળ્યા બાદ ભારત પાછી ફરી છે. એક્ટ્રેસની 1 એપ્રિલના રોજ ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ શારજાહથી મુંબઈ પાછી આવી ગઈ છે. તેણે કહ્યું કે તે મુંબઈઈ પોલીસ અધિકારી વિવેક ફણસલકર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત બૉલિવૂડ ફિલ્મ સડક 2માં અભિનય કરનારી પરેરા (27)ને 1 એપ્રિલના રોજ શારજાહ ઍરપૉર્ટ પર એક સ્મૃતિ ચિહ્નમાં ડ્રગ્સ મળ્યા બાદ પકડી લેવામાં આવી હતી. એક્ટ્રેસને અવૉર્ડની ટ્રોફીમાં ડ્રગ્સ ભરીને લઈ જવા મામલે શારજાહ પોલીસે ધરપકડ કરી લીધી હતી.
ક્રિસન પરેરાના મુંબઈ આવવા પર તેમના ભાઈ કેવિન પરેરાએ આનંદ વ્યક્ત કર્યો અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શૅર કર્યો. આ વીડિયો સાથેના કૅપ્શનમાં ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ લખ્યું, "ક્રિસન આખરે પાછી આવી ગઈ છે અને અમને મળી, મને ખબર છે કે મેં જૂનમાં કહ્યું હતું કે તે પાછી આવી જશે, પણ આમાં થોડો હજી સમય લાગી ગયો અને અંતે તે પાછી આવી ગઈ."
Updated
2 years 4 months 1 week 5 days 21 hours 18 minutes ago
03:00 PM
Live Updates : બોરીવલી એક ફ્લેટમાંથી ૭૮ વર્ષીય મહિલાની સડી ગયેલી લાશ મળી આવી
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મુંબઈના બોરીવલી વિસ્તારના રાજેન્દ્ર નગરમાં એક ફ્લેટમાંથી ૭૮ વર્ષીય મહિલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ સુલોચના ભાસ્કર શેટ્ટી તરીકે થઈ છે. કસ્તુરબા પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


