ફાઇલ તસવીર
Updated
2 years 4 months 1 week 6 days 20 hours 9 minutes ago
06:09 PM
Live Updates : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો
માનહાનિના કેસમાં પોતાની અરજી પર શુક્રવારે (4 ઑગસ્ટ)ની સુનાવણી પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. તેમણે બુધવારે (2 ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. તેમાં સફળતા મળવાની સંભાવના છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈએ. પૂર્ણેશ મોદીએ તેમનું નિવેદન સીધું સાંભળ્યું ન હતું. મારા કેસને અપવાદ તરીકે જોતાં રાહત આપવી જોઈએ.
Updated
2 years 4 months 1 week 6 days 22 hours 17 minutes ago
04:01 PM
Live Updates : કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં ૯ના મોત
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સવારે અહીં વધુ એક દીપડાનું મોત થયું હતું. મુખ્ય વન સંરક્ષક અસીમ શ્રીવાસ્તવે માદા ચિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતક માદા ચિતાનું નામ ધાત્રી હતું. માદા ચિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેના મૃત્યુનું કારણ જાણવામાં આવશે.
Madhya Pradesh | One more cheetah in Kuno National Park has died: Aseem Srivastava, Principal Chief Conservator of Forests (Wildlife)
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 2, 2023
Updated
2 years 4 months 1 week 6 days 22 hours 48 minutes ago
03:30 PM
Live Updates : જળાશયોમાં પાણીનો જથ્થો પહોંચ્યો ૭૭.૩૩ ટકાએ
BMCના ડેટા મુજબ, મુંબઈમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો જથ્થો ૭૭.૩૩ ટકાએ પહોંચ્યો છે. જળાશયોમાં પુરતું પાણી હોવાથી પાલિકાએ ૧૦ ટકા પાણીકાપ હતો તે પણ દુર કરવામાં આવ્યો છે.
Updated
2 years 4 months 1 week 6 days 23 hours 18 minutes ago
03:00 PM
Live Updates : ટ્રાન્સપોર્ટ કર્મચારીઓ પાસેતી ૧.૨૦ કરોડ છીનવી લીધા
મહારાષ્ટ્રના નાગપુર શહેરના ઇટવારી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરના કર્મચારીઓને લૂંટવામાં આવતા ભારે નુકસાન થયું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, બે અજાણ્યા શખ્સોએ ટ્રાન્સપોર્ટરના બે કર્મચારીઓને તીક્ષ્ણ હથિયાર દેખાડીને ધમકી આપીને ૧.૨૦ કરોડની રોકડ લૂંટી લીધી હતી.


