પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 4 months 5 days 21 hours 1 minute ago
07:04 PM
Live Updates: જ્યારે તમે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશો ત્યારે દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યો હશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ દિવસથી તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પોતાની જાણીતી શૈલીમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકોએ દેશને નિરાશા સિવાય કશું આપ્યું નથી, જેમના પોતાના પુસ્તકો બગડી ગયા છે, તેઓ અમારો હિસાબ માંગી રહ્યા છે.
Updated
2 years 4 months 5 days 22 hours 30 minutes ago
05:35 PM
Live Updates : સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર નરેન્દ્ર મોદીએ આપ્યો જવાબ
જનતાને પણ વિપક્ષ પર કોઈ વિશ્વાસ નહોતો. આગામી ચૂંટણીમાં પણ એનડીએ નવા રેકોર્ડ સાથે સત્તામાં આવશે તેમાં કોઈ શંકા નથી. છેલ્લા ત્રણ દિવસથી વિવિધ પક્ષોના નેતાઓ આ મુદ્દે પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વિપક્ષે તેને ગંભીરતાથી લીધો નથી. વિપક્ષે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિપક્ષને જનતા કરતાં પોતાના પક્ષની વધુ ચિંતા છે. વિપક્ષને લોકોની ભૂખની ચિંતા નથી પણ તેમની રાજનીતિની ચિંતા છે.
Updated
2 years 4 months 5 days 22 hours 59 minutes ago
05:06 PM
Live Updates : રાજ્યની ભરતી પરીક્ષાના ફીઝ અંગે VBAએ આપી આંદોલનની ચેતવણી
વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતી પરીક્ષાઓની ફી ખૂબ જ હોય છે. આ ભરતીની પરીક્ષાની ફીઝ ઘટાડવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે"
Updated
2 years 4 months 6 days 5 minutes ago
04:00 PM
Live Updates : મોદી પર વિપક્ષને અવિશ્વાસ હોવાની વાત કરી મુખ્યપ્રધાન શિંદેએ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે, દેશના લોકોએ વારંવાર વિપક્ષમાં તેમનો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે એમ ઉમેર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતૃત્વ માટે વિશ્વભરમાં મળેલી માન્યતાથી વિપક્ષ ગુસ્સે છે.


