તસવીર: PTI
Updated
2 years 3 months 1 week 10 hours 41 minutes ago
05:19 PM
News Live Updates: મહારાષ્ટ્રમાં બસ ટ્રક સાથે અથડાતાં 55 મુસાફરો સહિત 47 વિદ્યાર્થીઓ ઘાયલ
અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે સવારે ટ્રક સાથે અથડાતા બસમાં સવાર 55 જેટલા મુસાફરો ઘાયલ થયા હતાં. જેમાં મોટાભાગના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ હતાં.
Updated
2 years 3 months 1 week 13 hours 29 minutes ago
02:31 PM
News Livs Updates: આગામી 4 કલાકમાં મુંબઈ, થાણે, રાયગઢમાં મધ્યમથી તીવ્ર વરસાદની સંભાવના
"આગામી 3-4 કલાક દરમિયાન પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરી અને પુણે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તોફાની પવનો સાથે ગાજવીજ/વીજળીની શક્યતા છે," IMDએ બપોરે 1 વાગ્યે તેની નૉકાસ્ટ ચેતવણીમાં જણાવ્યું હતું.
Updated
2 years 3 months 1 week 16 hours 31 minutes ago
11:29 AM
News Live Updates: મહારાષ્ટ્રના બુલઢાણામાં પણ દહીંહાંડી દરમિયાન 9 વર્ષની બાળકીનું મોત
જન્માષ્ટમી નિમિત્તે અનેક સ્થળોએ આયોજિત દહીં હાંડી કાર્યક્રમો દરમિયાન અકસ્માતના અહેવાલો સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રના બુલઢાણામાં પણ દહીંહાંડી તહેવાર દરમિયાન એક દુ:ખદ અકસ્માત જોવા મળ્યો હતો. ઉજવણી દરમિયાન દહીંહાંડીના દોરડા સાથે જોડાયેલ ઘરની બાલ્કની પડતાં 9 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટનામાં એક બાળકી પણ ઘાયલ થઈ છે. ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જ્યારે 9 વર્ષની બાળકીને બચાવી શકાઈ ન હતી.


