અરવિંદ કેજરીવાલ
Updated
2 years 3 months 1 week 3 days 11 hours 3 minutes ago
04:58 PM
News Live Updates: ગુજરાતમાં પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો, માતાએ ગર્ભપાત માટે કરી અરજી
ગુજરાત હાઈકોર્ટે વડોદરાની એક સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓને 12 વર્ષની બાળકીની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે એવો આરોપ છે કે છોકરીના પિતાએ તેની સાથે રેપ કર્યો હતો. બાળકીની માતાએ ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર સુનાવણી કરતા હાઈકોર્ટે મેડિકલ ઓફિસરોને બાળકીની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને રિપોર્ટ માંગ્યો છે.
Updated
2 years 3 months 1 week 3 days 11 hours 49 minutes ago
04:12 PM
News Live Updates: જાલનામાં લાઠીચાર્જને લઈને અનિલ દેશમુખનો દાવો, કહ્યું- મને ખબર છે કોણ આપે છે આદેશ.
મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ વાતાવરણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ શિંદે સરકાર પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે હું ગૃહમંત્રી હતો અને મને ખબર છે કે કોણ આદેશ આપે છે.
Updated
2 years 3 months 1 week 3 days 11 hours 54 minutes ago
04:07 PM
News Live Updates: વિપક્ષ ગઠબંધનના ઈન્ડિયા નામને લઈ રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે આપ્યું નિવેદન
રાષ્ટ્રપતિ ભવનમાં G20 સમિટ ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે, આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયા બદલે ` પ્રેસિડન્ટ ઓફ ભારત` લખવામાં આવ્યું છે. જેના કારણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ નારાજ થઈ ગયા છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે. કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જો કોઈ પાર્ટીનું ગઠબંધન `India` બનશે તો તેઓ (ભાજપ) દેશનું નામ બદલી દેશે? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ એક પક્ષનો નથી. કેજરીવાલે વધુમાં કહ્યું કે જો આવતીકાલે India ગઠબંધનનું નામ બદલીને ભારત રાખવામાં આવે તો શું તેઓ (ભાજપ) ભારતનું નામ પણ બદલી નાખશે? તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે જેથી ભાજપના મતો ન ઘટે. આ દેશ સાથે વિશ્વાસઘાત છે.
Updated
2 years 3 months 1 week 3 days 13 hours 43 minutes ago
02:18 PM
News Live Updates: માફિયા ડોન અતીક અહેમદના નામે મુંબઈમાં લોકોને દબાવવાનો પ્રયાસ
ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદની ધાકધમકીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના મૃત્યુ પછી પણ લોકો તેના નામે ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈના માનખુર્દના સ્ક્રેપ-ગોડાઉન વિસ્તારમાંથી તાજો મામલો સામે આવ્યો છે. અહીં એક આરોપીએ બંદૂકની મદદથી લોકોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને વિરોધ કરવા પર ગોળીબાર કર્યો.


