સંજય રાઉત
Updated
2 years 3 months 1 week 4 days 12 hours 4 minutes ago
03:57 PM
News Live Updates: મુંબઈ પોલીસે 26 વર્ષીય નૌકાદળના નાવિકની શોધ શરૂ કરી
મુંબઈ પોલીસે 26 વર્ષીય નૌકાદળના નાવિકની શોધ શરૂ કરી છે જે ગત મહિને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ગુમ થઈ ગયા હતા. ગુમ થયેલા નાવિકની ઓળખ છત્તીસગઢના રહેવાસી ધનેશ્વર સાહુ તરીકે થઈ છે.
Updated
2 years 3 months 1 week 4 days 12 hours 7 minutes ago
03:54 PM
News Live Updates: વિરોધ પ્રદર્શનના સમર્થનમાં મરાઠા સમુદાયના યુવાનોએ કલ્યાણમાં દુકાનો બંધ કરી
મરાઠા આરક્ષણની માંગને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં મરાઠા સમુદાયના યુવાનોએ કલ્યાણમાં દુકાનો બંધ કરી દીધી.
#WATCH | Maharashtra: Youths from the Maratha community shut shops in Kalyan in support of the protest being held over the demand for the Maratha reservation. pic.twitter.com/fnkgRSuBdF
— ANI (@ANI) September 4, 2023
Updated
2 years 3 months 1 week 4 days 12 hours 11 minutes ago
03:50 PM
News Live Updates: સંજય રાઉતે મરાઠા આરક્ષણ હિંસા પર મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે મરાઠા આરક્ષણ હિંસા પર મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું કે જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો?
અંબાડ તાલુકામાં ધુલે-સોલાપુર રોડ પરના અંતરવાલી સારથી ગામમાં હિંસક ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. હિંસામાં 40 પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે 15 થી વધુ રાજ્ય પરિવહન બસોને આગ ચાંપી દેવામાં આવી હતી.
Updated
2 years 3 months 1 week 4 days 14 hours 14 minutes ago
01:47 PM
News Live Updates: કેબિનેટ પેટા સમિતિની બેઠકમાં સીએમ શિંદે પહોંચ્યા
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મરાઠા આરક્ષણ પરની કેબિનેટ પેટા સમિતિની બેઠકમાં હાજરી આપવા મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા.
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at Mumbai`s Sahyadri Guest House to attend the meeting of the Cabinet sub-committee on Maratha reservation pic.twitter.com/KQfLIAZ1gp
— ANI (@ANI) September 4, 2023


