Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની હવાની ગુણવત્તા હજી પણ `નબળી` શ્રેણીમાં, ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લો આ વાતો

મુંબઈની હવાની ગુણવત્તા હજી પણ `નબળી` શ્રેણીમાં, ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લો આ વાતો

20 February, 2023 01:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SAFAR ડેશબોર્ડે સોમવારે વરલીનો AQI 142 અને અંધેરીનો AQI 193 દર્શાવ્યો હતો. બોરીવલીનો AQI 193 પર `મધ્યમ` કેટેગરીમાં હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિસ્ટમ ઑફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર સોમવારે મુંબઈ (Mumbai)નો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) `નબળી` શ્રેણીમાં યથાવત રહ્યો હતો. SAFAR મુજબ, શહેરમાં સવારે 9.15 વાગ્યે AQI 256 નોંધાયો હતો. SAFAR ડેશબોર્ડે સોમવારે વરલીનો AQI 142 અને અંધેરીનો AQI 193 દર્શાવ્યો હતો. બોરીવલીનો AQI 193 પર `મધ્યમ` કેટેગરીમાં હતો, જ્યારે કોલાબાનો AQI અને ચેમ્બુરનો AQI અનુક્રમે 301 અમે 315 પર `ખૂબ જ નબળી’ કેટેગરીમાં સરકી ગયો હતો.

નોંધનીય છે કે 201 અને 300ની વચ્ચેનો AQI `નબળો`, 301-400 `ખૂબ જ નબળો` અને 401-500 `ગંભીર` માનવામાં આવે છે, જ્યારે શૂન્ય અને 50 વચ્ચેનો AQI `સારો`, 51 અને 100 `સંતોષકારક`, તો 101 અને 200ના AQIને `માધ્યમ` ગણવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શહેર અને આસપાસના વિસ્તારો માટે તેની દૈનિક આગાહીમાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાં આગામી 24 કલાક સુધી તડકો રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.



દરમિયાન, IMDએ રવિવારે આગામી બે દિવસ માટે ગુજરાતના કોંકણ અને કચ્છ વિસ્તારમાં અલગ-અલગ દરિયાકાંઠાના પ્રદેશોમાં ગરમીના મોજાની ચેતવણી જાહેર કરી હતી.


ANI સાથે વાત કરતા, IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશે જણાવ્યું હતું કે, “હાલમાં, એક પશ્ચિમી વિક્ષેપ આજથી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે. તે આજે સમગ્ર જમ્મુ અને કાશ્મીર પ્રદેશના હવામાનને અસર કરશે અને આખરે આવતી કાલથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ તેની અસર જોવા મળશે." તેમણે વધુમાં જણાવ્યું છે કે “ઉત્તરી પંજાબના પઠાણકોટ વિસ્તારમાં બેથી ત્રણ દિવસમાં હળવો અલગ-અલગ વરસાદ થવાની સંભાવના છે.”

આ પણ વાંચો: સંજય રાઉતની મુશ્કેલીઓ વધી: એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ નોંધાયો કેસ


તેમણે ઉમેર્યું કે “અમે છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમ કિનારા અથવા ગુજરાત પ્રદેશમાં તાપમાન 37થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચવા વિશે નિવેદનો જાહેર કર્યા છે, તેથી દરિયાકાંઠાના પ્રદેશોમાં અલગ હિટવેવ પ્રવર્તી શકે છે. અમે આગામી બે દિવસ માટે હિટવેવની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ હિમાલય સિવાય કોંકણ અને કચ્છ પ્રદેશમાં જ્યાં કોઈ નોંધપાત્ર તફાવત નથી.”

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK