આ ઘટના ઔરંગાબાદના નાંદેડ વિસ્તારની છે. દારૂની એક દુકાનના 32 વર્ષીય મેનેજરને ગુરુવારે છ લોકોના એક જુથે ઢોર માર મારી ચાકુ વડે મોતને ઘાટ ઉતાર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
દારૂના નશામાં કેટલાક લોકો એવું કરી બેસતાં હોય છે જે આશ્ચર્ય પમાડે તેવું હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે. જયાં એક સનકી વ્યક્તિએ નજીવી વાત પર આલ્કોહોલ શૉપના મેનેજર સાથે બોલાચાલી કરી અને રોષે ભરાઈને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. વાત માત્ર એટલી હતી કે આલ્કોહોલ શૉપ પર આરોપીની પસંદગીની બીયરનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો.
આ ઘટના ઔરંગાબાદના નાંદેડ વિસ્તારની છે. દારૂની એક દુકાનના 32 વર્ષીય મેનેજરને ગુરુવારે છ લોકોના એક જુથે ઢોર માર મારી ચાકુ વડે મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક મેનેજરની ઓળખ માધવ વોકર તરીકે થઈ છે, જે કંધાર ક્ષેત્રમાં કટકલંબામાં રહેતો હતો.
ADVERTISEMENT
માધવની હત્યાના આરોપમાં પોલીસે દત્તાનગર નિવાસી સાઈનાથ ઈંગલે, તેના મોટાભાઈ ઉમેશ અને બાલાજી કુરુડે એમ ત્રણની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે બાકીના ત્રણ હુમલાખોરોની શોધખોળ શરૂ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તમામ છ આરોપીઓ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાનુની રુપે એકઠા થઈ દંગા અને અપરાધિક ધમકી માટે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પર ભારતીય બંધારણ મુજબ સંબંધિત ધારાઓ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, સાઈનાથ ઈંગલે ગુરુવારે મોડી રાત્રે સિડકો વિસ્તારના ધવલે ચોકમાં આવેલી દારૂની દુકાને પહોંચ્યો હતો અને ચોક્કસ બ્રાન્ડની બિયર માંગવા લાગ્યો હતો. જ્યારે માધવે કહ્યું કે તે સ્ટોકમાં નથી, ત્યારે આરોપીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને દુકાન છોડી દીધી. આ પછી સાઈનાથ તેના પાંચ સાથીઓ સાથે દુકાને પાછો ફર્યો અને માધવ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. તેઓ માધવને દુકાનની બહાર ખેંચી ગયા અને તેના પર ધારદાર હથિયારો અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો. માધવને લોહીથી લથપથ છોડીને તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તે જ સમયે, દુકાનના અન્ય સ્ટાફના લોકો માધવને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.

