બિલ્ડિંગ ક્યારે બન્યું, કેટલા માળનું છે, કેટલા ફ્લૅટ છે, ટૅક્સ ભર્યો છે કે નહીં અને ફાયર ઑડિટ કરવામાં આવ્યું છે કે નહીં એની માહિતી એક ક્લિકથી મેળવી શકાશે
બીએમસી
મુંબઈમાં બીએમસી શહેરનાં તમામ બિલ્ડિંગોનું યુનિક આઇડી બનાવવા જઈ રહી છે. આ આઇડીના માધ્યમથી લોકો પોતાના બિલ્ડિંગની બધી જ માહિતી એક ક્લિક કરીને મેળવી શકશે. આ માટે બીએમસીએ ઍપ બનાવવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીએમસી દ્વારા અગાઉ પ્રાયોગિક ધોરણે આવી ઍપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એને અમલમાં નહોતો મૂક્યો. બીએમસીના ૨૦૨૪-’૨૫ના બજેટમાં શહેરની તમામ ઇમારતોની યુનિક આઇડી સાથેની ઍપ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.